ત્રીજા તબક્કાની 117 બેઠક પર મતદાન : રાહુલ, મુલાયમ, શાહ સહિતના દિગ્ગજોનાંં ભાવિનો ફેંસલો

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ૧૩ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની ૧૧૭ બેઠક પર આજે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના અનેક દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી…

વારાણસીમાં PM મોદીને સપાનાં મહિલા ઉમેદવાર શાલિની યાદવ ટક્કર આપશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા)ના ગઠબંધને વારાણસી લોકસભાની બેઠક પર પોતાના ઉમેદવારનાં નામની જાહેરાત કરી દીધી છે. વારાણસીની બેઠક પર પીએમ મોદી વિરુદ્ધ શાલિની યાદવ મેદાનમાં ઊતરશે. આ અગાઉ…

રામપુરમાં ૩૦૦થી વધુ EVM કામ કરી રહ્યાં નથીઃ અબ્દુલ્લા આઝમખાનનો આક્ષેપ

ઉત્તર પ્રદેશમાં આજે ત્રીજા તબક્કાનાં મતદાન દરમિયાન રામપુરમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમખાનના પુત્ર અબ્દુલ્લા આઝમખાને એવો આક્ષેપ કર્યો છે કે રામપુરમાં ૩૦૦થી વધુ ઈવીએમ મશીનો કામ કરી રહ્યાં નથી. જેના કારણે મતદાનની પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે.…

આતંકના ગઢ અનંતનાગમાં મતદાન: મહેબૂબા મુફ્તી સહિત કુલ ૧૮ ઉમેદવાર મેદાનમાં

જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનાં મતદાન હેઠળ અનંતનાગ સંસદીય બેઠક માટે મતદાન જારી છે. અલગતાવાદીઓ દ્વારા મતદાનનો બહિષ્કાર કરવાનું એલાન આપવામાં આવ્યું હોવાથી સવારે બહુ ઓછી સંખ્યામાં લોકો મતદાન કરવા આવ્યા હતા. આનંતનાગની…

શત્રુઘ્ન વિરુદ્ધ ‘કોંગ્રેસીઓ’નું પ્રદર્શનઃ લાલુ યાદવના ‘એજન્ટ’ ગણાવ્યા

ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસનો હાથ પકડનારા શત્રુઘ્ન સિંહા માટે આગળનો રસ્તો થોડો મુશ્કેલ લાગી રહ્યો છે. શત્રુઘ્ન સિંહાને પોતાના મતદાન ક્ષેત્ર પટનાસાહિબમાં પોતાની પાર્ટીના કાર્યકર્તાઓનો વિરોધ સહન કરવો પડ્યો હતો. કોંગ્રેસ કાર્યકર્તાઓનાં…

કોલંબો એરપોર્ટ નજીકથી છ ફૂટ લાંબો પાઈપ બોમ્બ મળી આવ્યો: એરફોર્સે ડિફ્યૂઝ કર્યો

શ્રીલંકામાં રવિવારે ચર્ચ અને હોટલોમાં, સિરિયલ બ્લાસ્ટ બાદ પોલીસને કોલંબો એરપોર્ટ નજીકથી એક શક્તિશાળી પાઈપ બોમ્બ મળી આવ્યો હતો. છ ફૂટ લાંબા આ પાઈપ બોમ્બને એરફોર્સના અધિકારીઓએ સફળતાપૂર્વક ડિફ્યૂઝ કર્યો હતો. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર…

રાહુલ ગાંધીનું ઉમેદવારી પત્ર ગેરલાયક ઠરશે? ચુકાદા પર બધાની નજર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે અને આ બંને સ્થળોએ તેમના ઉમેદવારી પત્ર પર વિવાદ ઊભો થયો છે. ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પર રાહુલ ગાંધીના ઉમેદવારી પત્ર સામે વાંધો ઉઠાવાયા બાદ સ્ક્રૂટિની ટાળવામાં આવી હતી, જે…

ભાજપની દિલ્હી, પંજાબ, MP, UPની યાદી જાહેરઃ મનોજ તિવારી- હર્ષવર્ધનને ટિકિટ

લાંબો સમયના ઈંતેજાર બાદ ભાજપે લોકસભા ચૂંટણી-૨૦૧૯ની દિલ્હી, પંજાબ, મધ્ય પ્રદેશ અને યુપીના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ડો. હર્ષવર્ધનને દિલ્હીના ચાંદનીચોક, મનોજ તિવારીને નોર્થ ઈસ્ટ દિલ્હી, પ્રવેશ વર્માને વેસ્ટ દિલ્હી અને રમેશ બિધુરીને…

હિંદુઓ આતંકી હોઈ શકે નહીં, આતંક હિંદુ ધર્મનો સ્વભાવ નથીઃ દિગ્વિજયસિંહ

હિંદુ લોકો આતંકવાદી હોઇ શકે નહીં એવું કહેવું કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહનું કહેવું છે. હિંદુ આતંકવાદના મામલે યુ-ટર્ન લઇને દિગ્વિજયસિંહે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આતંકવાદ હિંદુ ધર્મનો સ્વભાવ જ નથી. મધ્યપ્રદેશના બે વખત…

દિલ્હીનાં તમામ ચર્ચ અને મુખ્ય ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારાઈ: હાઈ એલર્ટ જારી

ઈસ્ટરની પ્રાર્થના સભા દરમિયાન રવિવારે શ્રીલંકામાં એક બાદ એક થયેલા આઠ બ્લાસ્ટ બાદ દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ હાઈ એલર્ટ જારી કર્યું છે. દિલ્હી પોલીસ તરફથી તમામ ચર્ચ અને મુખ્ય ધાર્મિક સ્થળો તથા વિદેશી નાગરિકોની અવરજવરવાળા વિસ્તારમાં કડક…