Browsing Category

Surat

સુરતઃ કાર રેસિંગમાં દોડતી કાર અચાનક ઘૂસી ગઈ દરગાહમાં

સુરતમાં બેફામ રીતે દોડતી કારના કારણે એક દુર્ઘટના બની છે. સુરતની એક દરગાહમાં પૂર ઝડપે આવતી કાર ઘૂસી ગઈ હતી. દરગાહના પટાંગણમાં આ કાર ઘૂસી જતાં એક સૂતેલા વ્યક્તિને ઈજા થઈ છે. આ ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો.…

સુરતમાં મોડી રાત્રે જૂથ અથડામણ, પોલીસ પર પણ પથ્થરમારો

સુરતના અમરોલી આવાસમાં મોડી રાત્રે જૂથ અથડામણ થઇ હતી. સુરતમાં બે જૂથ આમને સામને આવી જતાં પરિસ્થિતિ તંગ બની હતી. ત્યારે બે જૂથ વચ્ચેની અથડામણમાં સ્થાનિકોએ પોલીસ પર પણ પથ્થરમારો કરી દીધો હતો. પરિસ્થિતિ કાબૂમાં લાવવા પોલીસે ટિયર ગેસ છોડયા હતા,…

સુરતમાં અસામાજિક તત્વોનો ત્રાસ, પોલીસે જાહેરમાં માર્યો માર

સુરતના ઉધના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અસામાજીક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે હવે મઠી ખમણી પાસે અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો છે. અસામાજીક તત્વોએ ગાડીમાં તોડફોડ કરી છે. જ્યારે બીજી તરફ પોલીસની ક્રૂરતાનો પણ એક વીડિયો વાયરલ થઈ રહ્યો…

કાપડમંત્રી અજય ટામટા સુરતની મુલાકાતે, કાપડના વેપારીઓ કરશે રજૂઆત

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં GSTનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે, ત્યારથી જ તેનો વિરોધ થઈ રહ્યો છે. દેશભરના વ્યાપારીઓ અને વિપક્ષ પાર્ટી પણ GST મામલે સરકાર પર પ્રહારો કરી રહી છે. GST બિલનો કાપડ વેપારીઓ સતત વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે…

સુરતમાં સિનેમામાં “પદ્માવત” ફિલ્મ રજૂ કરાતાં કરણીસેનાનાં કાર્યકર્તાઓએ કર્યો હોબાળો

સુરતઃ એક વાર ફરી ફિલ્મ "પદ્માવત"ને લઈ હોબાળો થયો હોવાંની ઘટના સામે આવી છે. સુરતનાં લિંબાયત વિસ્તારમાં આવેલા મયુર સિનેમા હોલમાં કરણીસેનાનાં કાર્યકરોએ ભારે હોબાળો કર્યો છે. સિનેમા હોલમાં ફિલ્મ " પદ્માવત" રજૂ કરતા કરણીસેના દ્વારા ઉગ્ર વિરોધ…

સુરતની એક બિલ્ડિંગમાં સાતમા માળે લાગી આગ

સુરતના રિંગરોડ વિસ્તારમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. રિંગ રોડ વિસ્તારમાં મિલેનિયમ માર્કેટના સાતમાં માળે ભીષણ આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા 10થી વધુ ફાયરવિભાગની ગાડી પહોંચી હતી. જો કે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જો કે આ…

VIDEO: સુરતમાં કિમ નદીનાં પટમાં મળી આવી દેશી દારૂની ભઠ્ઠી, વીડિયો વાયરલ

સુરતઃ શહેરમાં દેશી દારૂની ભઠ્ઠીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. સુરતમાં આવેલ કીમ વિસ્તારમાં નદીનાં પટમાં દારૂની ભઠ્ઠી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે ભઠ્ઠીનો વીડિયો ઉતારતાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ…

સુરતમાં ઝડપાઇ સરખા રજીસ્ટ્રેશન નંબર ધરાવતી ખાનગી 4 બસો

સુરતમાં એક સરખા રજિસ્ટ્રેશન નંબર પર ચાલતી બસો ઝડપાઈ હ તી. લિંબાયત વિસ્તારમાંથી કુલ 4 ખાનગી બસો કબ્જે કરાઈ છે. પોલીસ અને આર.ટીઓ દ્વારા સંયુક્ત રીતે દરોડા પાડીને એક સરખા રજિસ્ટ્રેશનવાળી બસો પકડવામાં આવી છે. એક જ રજિસ્ટ્રેશન પર બે બસો ચલાવતાં…

સુરત પોલીસે હોસ્પિટલમાંથી બાળક ચોરી જનાર મહિલાને ટૂંક જ સમયમાં ઝડપી કાઢી

સુરતમાં એકવાર ફરીથી હોસ્પિટલમાંથી બાળકની ચોરી થવાની ઘટના બની છે. જો કે આ ઘટનામાં પોલીસે ઝડપથી કાર્યવાહી કરી બાળકને બચાવી લીધું છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં દાખલ કરાયેલી મહિલાના 3 વર્ષના પુત્રને એક અજાણી…

રેલવે પોલીસને મંગળસૂત્ર શોધતા મળી દારૂની બોટલો, 5મહિલાની ધરપકડ

સુરતમાં રેલવેમાં દારૂની સપ્લાય કરતી 5 મહિલાઓ પકડાઈ છે. ઘટનાની હકીકત એવી છે કે, સુરત રેલવે સ્ટેશન પર ભૂજ-બાંદ્રા એક્સપ્રેસમાંથી મંગળસૂત્ર ચોરાયું હોવાની એક મહિલાએ ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ ભુજ-બાંદ્રા એક્સપ્રેસમાં રેલવે પોલીસે તપાસ હાથ ધરી…