Browsing Category

Rajkot

હત્યાનો બદલો લેવા પિતા-પુત્રે યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

રાજકોટના પોપટપરામાં રહેતા મનોજ વાડેચા નામના યુવાનની જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં દિકરાની હત્યાનો બદલો લેવા પિતા-પુત્રે સેન્ટ્રલ જેલ પાસે મનોજને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ અંગે પોલીસને જાણ…

બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટમાં પાંચ દિવસ સુધી સુધારો થઈ શકશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો.૧રની બોર્ડ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલાં મળતી હોલ ટિકિટમાં ભૂલ હોવાની અનેક ફરિયાદના પગલે ભૂલ…

રાજકોટમાં બોગસ ડોક્ટર રાજાણીને મનપાની દવા પૂરી પાડતી પૂર્વ પત્નીની ધરપકડ

રાજકોટનાં કુવાડવા રોડ પરની લાઇફ કેર હોસ્પિટલના નકલી ડોક્ટર શ્યામ રાજાણીના ચકચારી પ્રકરણનો રેલો તેની પૂર્વ પત્ની સુધી પહોંચ્યો હતો. હોસ્પિટલમાંથી મળેલી સરકારી દવા પૈકી કેટલીક દવા મનપાની હોવાનું અને તે દવા શ્યામની પૂર્વ પત્ની કરિશ્મા લઇ…

જસદણના પ્રતિષ્ઠાભર્યા જંગમાં કાતિલ ઠંડી છતાં ઉત્સાહભેર મતદાન

અમદાવાદ: જસદણની પ્રતિષ્ઠાભરી પેટાચૂંટણીમાં આજે સવારથી જ ઉત્સાહભેર મતદાન શરૂ થયું હતું. કાતિલ ઠંડી હોવા છતાં પણ વહેલી સવારથી જ મતદારોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકોએ મતદાન મથકની બહાર લાઇન લગાવી હતી. આ ચૂંટણીના મતદાનમાં શતાયુ મતદારોએ…

જસદણનો જંગ જીતવા ભાજપ-કોંગ્રેસનું જબરદસ્ત ‘ડોર ટુ ડોર’ કેમ્પેન

અમદાવાદ: ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી આવતી કાલની જસદણ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલાં બંને પક્ષોએ છેલ્લી ઘડીનું શક્તિ પ્રદર્શન કર્યું હતું, છતાં હજુ મતદારોનાં મન ન કળાતાં સસ્પેન્સ યથાવત્…

રાજકોટમાં પ્રમુખસ્વામીના 98મા જન્મજયંતી મહોત્સવનો પ્રારંભ

અમદાવાદ: નારાયણસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવનો આજથી દસ દિવસ માટે પ્રારંભ થયો છે. રાજકોટના સ્વામિનારાયણનગરમાં યોજાયેલા દશ દિવસીય ઉજવણી મહોત્સવનો પ્રારંભ સવારે મહંતસ્વામી મહારાજ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદહસ્તે…

જલારામ જયંતીઃ ‘જય જલિયાણ’નાં જયઘોષ સાથે વીરપુરમાં ઉમટ્યાં હજારો શ્રદ્ધાળુઓ

પૃથ્વી ઉપર કેટલાંક દિવ્ય આત્મા જ્યારે જન્મ લે છે ત્યારે તેમના અપાર પુણ્યનાં કારણે તથા તેમનાં દિવ્યાત્માનાં કારણે આજુબાજુનું તમામ વાતાવરણ પવિત્ર તથા દિવ્ય બની જાય છે. આવા જ એક દિવ્યાત્મા રઘુવંશમાં થઇ ગયા. જેને આપણે સંત શ્રી જલારામ બાપાનાં…

સ્વામિનારાયણ મંદિર ખાતે રાજકોટમાં હરિભક્તોએ ચોપડા સહિત લેપટોપનું કર્યું પૂજન

રાજકોટઃ આજે દિવાળીનાં પર્વને દિવસે ઠેર-ઠેર વેપારીઓ દ્વારા ચોપડાઓનું પૂજન કરવામાં આવે છે. ત્યારે મહત્વનું છે કે આજે ભગવાન શ્રી સ્વામિનારાયણનાં મંદિરોમાં પણ ઠેર-ઠેર ચોપડા પૂજન કરવામાં આવ્યું. ત્યારે મહત્વનું છે કે રાજકોટનાં જ સ્વામિનારાયણ…

રાજકોટઃ પૈસાની ઉઘરાણીને આવેલ ચાંદીનાં વેપારીની એસિડ પીવડાવીને કરાઇ હત્યા

રાજકોટઃ જીયાણા ગામમાં ચાંદીનાં એક વેપારીની હત્યા કરી દેવામાં આવી છે. ચાંદીનાં વેપારી 26 લાખની વસૂલાત કરવા માટે ગયાં હતાં. તે સમયે વેપારીની હત્યા કરી દેવામાં આવી છે. શહેરની કબીરવન સોસાયટીમાં રહેતો આ યુવક રૂપિયા 26 લાખની ઉઘરાણીને લઈને જિયાણા…

સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડ હડતાળઃ આર.સી. ફળદુનાં પુતળાનું દહન કરીને ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ

રાજકોટઃ ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ સાથે સૌરાષ્ટ્રનાં માર્કેટિંગ યાર્ડનાં એસોસિએશન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે આજે રાજકોટમાં માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. હડતાળનાં બીજા દિવસે વેપારીઓ અને…