કેરીનો રસ, આઇસક્રીમ, શરબતની ગુણવત્તા માટે આરોગ્યતંત્રના ભરોસે રહેશો નહીં

શહેરમાં ધોમધોખતા તાપના કારણે અમદાવાદીઓ લૂથી બચવા ઠંડાં પાણી, આઇસક્રીમ, મેંગો મિલ્ક શેક વગેરેનો છૂટથી ઉપયોગ કરી રહ્યા છે. ઠેર ઠેર શરબત અને બરફના ગોળાનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. સિકંજીનું પણ વેચાણ વધ્યું છે. આ સંજોગોમાં લોકોનું આરોગ્ય જળવાઇ…

ગ્રીન અમદાવાદઃ કોર્પોરેટ કંપનીઓએ હવે ફરજિયાત વૃક્ષારોપણ કરવું પડશે

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા અગાઉ પણ 'ગ્રીન અમદાવાદ'નો સંકલ્પ કરાયો હતો. શહેરમાં ગરમીની તીવ્રતામાં સતત થઇ રહેલી વૃદ્ધિ પાછળનું એક મુખ્ય કારણ ઘટાદાર વૃક્ષોનો અભાવ છે. દર ચોમાસામાં મ્યુનિસિપલ તિજોરીમાંથી વૃક્ષારોપણ પાછળ લાખો…

WHOનો પ્રતિબંધ છતાં મ્યુનિ. ધુમાડો ઓકતાં વધુ 100 મશીન ખરીદશે

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઇ કાલથી શહેરભરમાં વિશ્વ મેલેરિયા દિવસના સંદર્ભમાં જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. ખમાસા-દાણાપીઠ ખાતેના મુખ્યાલયમાં પ્રવેશનારા મુલાકાતીઓને મેલેરિયાના મચ્છર અંગેની સમજણ આપવા વિવિધ બાઉલમાં મચ્છરના પોરા…

લીલાં શાકભાજીના લાલચોળ ભાવ: વેપારીઓ દ્વારા ઉઘાડી લૂંટ

શહેરનાં શાકમાર્કેટમાં શાકભાજીના ભાવમાં ૪૦ ટકાથી વધુનો ભાવ વધારો મોંઘવારીમાં પીસાતી પ્રજાને શાકભાજીનો ભાવ વધારો પડતા પર પાટું સમાન બન્યો છે. સામાન્ય દિવસોમાં રૂ. ૪૦નાં કિલો લેખે મળતાં કોથમીર, લીંબુ, લીલાં મરચાં હાલમાં રૂ. ૧૬૦ના કિલો થયા છે.…

દિવસે ભઠ્ઠીમાં ફેરવાતી બીટ ચોકીમાં પોલીસ કર્મચારી પગ મૂકતાંય ડરે છે

શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે. ત્યારે આવા માથાના દુઃખાવા સમાન ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક પોલીસ તેમજ ટ્રાફિકબ્રિગેડના જવાનો કાળઝાળ ગરમીમાં પણ પોતાની ફરજ નિષ્ઠા સાથે અદા કરી રહ્યા છે. પોલીસ કર્મચારી તેમજ…

મ્યુનિ. કોર્પોરેશનના નાઇટ શેલ્ટરમાં કોઈ ફરકતું જ નથી

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઘરવિહોણા લોકોને ધોમધખતા તાપ કે કડકડતી ઠંડી કે ભારે વરસાદ જેવા કુદરતી વિષમ સંજોગોમાં આશરો આપવા માટે નાઇટ શેલ્ટર બનાવાયાં છે. સમગ્ર અમદાવાદમાં કુલ ર૭ નાઇટ શેલ્ટર છે, પરંતુ એક અથવા બીજા કારણસર આ નાઇટ શેલ્ટર…

ગુજકેટઃ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાને લઇને ચકાસણી

લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાંની સાથે જ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાની તારીખમાં વધુ એક વખત ફેરફાર કરવાની ફરજ પડ્યા બાદ હવે ફાઇનલી આવતી કાલે ૨૬ એપ્રિલે ગુજકેટ પરીક્ષા યોજાઈ છે. આજે સાંજના ૪.૦૦ થી ૬.૦૦ વાગ્યા સુધી દરેક શાળા…

શહેરના હેરિટેજ સમાન ટાઉનહોલને નવ કરોડના ખર્ચે રિનોવેટ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ટાઉનહોલને હવે વધુ સુવિધાસજ્જ અને અદ્યતન બનાવવાની તજવીજ હાથ ધરાઇ છે. બહુ ટૂંકા સમયમાં શહેરની મધ્યમાં આવેલો હેરિટેજ સમાન ટાઉનહોલ રૂ. ૯ કરોડના ખર્ચે નવાં ક્લેવર ધારણ કરશે. મ્યુનિ. કોર્પો. દ્વારા થોડાં…

મેન્ટેનન્સના ઝઘડામાં 600 હાઈરાઈઝ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી ટલ્લે ચડી

પ્રહ્લાદનગર વિસ્તારના દેવઓરમ ટાવરમાં સર્જાયેલી આગની દુર્ઘટના બાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓએ કુંભકર્ણી નિદ્રામાંથી જાગ્રત થઈને શહેરની હાઈરાઈઝ બિલ્ડિંગોની ફાયર સેફ્ટીની ચકાસણી હાથ ધરી છે. જેમાં હાલ તો કોમર્શિયલ હાઈરાઈઝ બિલ્ડિંગની ફાયર સેફ્ટી…

ચૂંટણી આચારસંહિતા હળવી થતાં મ્યુનિ. વહીવટી તંત્રમાં તોળાઇ રહેલા ફેરફાર

ગઇ કાલે લોકસભાની અમદાવાદ શહેર જિલ્લાની ત્રણ બેઠક સહિત રાજ્યની તમામ ર૬ બેઠકોની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પતી ગયા બાદ જિલ્લા ચૂંટણી પંચના સત્તાવાળાઓએ થોડોક હાશકારો અનુભવ્યો છે. બીજી તરફ ચૂંટણી આચારસંહિતા હળવી થવાથી મ્યુનિસિપલ તંત્રમાં વહીવટી…