અમદાવાદ જિ.પં.માં પદાધિકારીની વરણી માટે કોંગ્રેસની કવાયત શરૂ

અમદાવાદ: અમદાવાદ જિલ્લા પંચાયતમાં દસ વર્ષ બાદ કોંગ્રેસને બહુમતી મળી છે.ત્યારે આગામી એક-બે દિવસમાં જાહેરનામું બહાર પડ્યા બાદ પ્રદેશ કોંગ્રેસ તરફથી જિલ્લા પંચાયતમાં નવા પ્રમુખ અને અન્ય પદાધિકારીઓના નામ પસંદ કરવામાં આવશે. જોકે હાલ તે અંગે…

ફોરેન્સિક લેબોરેટરીમાં કેસોનો ભરાવો નોંધપાત્ર વધી રહ્યો છે

ગાંધીનગર: ગાંધીનગર ખાતેની ફોરેન્સિક સાયન્સ લેબમાં પેન્ડિંગ કેસોનો ભરાવો જોવા મળી રહ્યો છે. સ્ટાફના અભાવના કારણે પેન્ડિંગ રહેલા કેસોની સંખ્યામાં ઉલ્લેખનીયરીતે વધારો થયો છે. વર્ષ ૨૦૦૯-૧૦માં ૫૫૨ કેસો મળ્યા હતા જે પૈકી ૫૫૧ કેસોને ઉકેલવામાં…

શહેરના પાંચ ઝોનમાં આજથી સવારના પાણીનો કકળાટઃ સાંજનો પુરવઠો બંધ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની નવી ચૂંટાયેલી ભાજપની ટીમ સત્તા ઉપર આવે તે અગાઉ જ શહેરમાં પાણીની કટોકટી સર્જાઈ છે. આમ ભરશિયાળે શહેરના નાગરિકોને પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મળશે નહીં. આવતીકાલ સોમવાર તા. ૭મીથી શહેરના પશ્ચિમ, ઉત્તર, મધ્ય,…

મુંબઈના જ્વેલર્સ માલિકોને લાખોનો ચૂનો ચોપડી ફરાર આરોપી ઝડપાયો

અમદાવાદ: મહારાષ્ટ્રના મુંબઈ ખાતે સોના-ચાંદીના દાગીનાનો વેપાર કરતા જ્વેલર્સ માલિકોને વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી સોના અને ચાંદીના દાગીના લઈ નાણા નહીં ચૂકવી ફરાર થયેલા એક આરોપીને શહેર ક્રાઈમ બ્રાંચે નરોડા હરીદર્શન ચોકડી પાસેથી ઝડપી લીધો હતો.…

ડબલ સિઝનથી ઘેર ઘેર માંદગીના ખાટલા: દર્દીઓથી ઉભરાતા દવાખાના

અમદાવાદ: રાજયમાં છેલ્લાં કેટલાંક દિવસોથી બેવડી સિઝનનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે શહેરીજનો વિવિધ બીમારીની ઝપટમાં આવી ગયા છે. હાલ દિવસે ગરમી અને રાત્રે ઠંડીનું વાતાવરણ અનુભવાઈ રહ્યુ છે.જેના કારણે આવી નાની મોટી બીમારીઓનું પ્રમાણ વધવા પામ્યું છે.…

ડીસા પાલિકામાં સત્તા માટે ભાજપે પાંચ અપક્ષો સાથે ગઠબંધન કર્યું

ડીસા: ડીસા નગરપાલિકામાં હાલની યોજાયેલી નગરપાલિકાની સાધારણ ચૂંટણીમાં ૪૪ બેઠકોનાં જાહેર થયેલા પરિણામોમાં ભાજપે ૨૧ કોંગ્રેસે ૬ જયારે ૧૭ બેઠકો અપક્ષોને ફાળે ગઈ છે. અહીં બહુમતી માટે ૨૩ બેઠકો જરૂરી છે. ભાજપે ટિકીટ ન આપતા બળવો કરી ઉભેલા અનેકો…

ફ્રેન્ડશીપ કરાવવાના બહાને છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ

અમદાવાદ: ફ્રેન્ડશીપ કલબના નામે જાહેરાતો આપી કમાવવાની લાલચ આપી છેતરપિંડી કરતી રાજ્યવ્યાપી ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધી હતી. લોકોને મોડેલ, એરહોસ્ટેસ સાથે સંબંધ બાધી રૂ.૨૫ હજાર કમાવવાની લાલચ આપી લોકો પાસેથી નાણાં ઉઘરાવી ફોન બંધ કરી…

મતદાર નોંધણી અભિયાન વિધિવત રીતે ફરી શરૂ થયું

અમદાવાદ: સ્થાનિક સંસ્થાની ચૂંટણીમાં ડિલિટેડ નામોના મામલે ભારે હોબાળો રાજકીયપક્ષોએ મચાવ્યા બાદ આ મુદ્દાને ઉકેલવા માટે હવે રાજકીય પક્ષો રસ ધરાવતા નથી પરંતુ મતદારની નોંધણીની ઝુંબેશ આજથી ફરી શરૂ કરવામાં આવી છે જે ૨૦મી ડિસેમ્બર સુધી ચાલનાર છે.…

મેયર અને ડે.મેયરનું અનોખી રીતે સન્માન કરવા આયોજન

અમદાવાદ: આગામી નવ અને દસમીએ યોજાનારી પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં શહેરના નવા મેયર અને ડે.મેયરના નામની પસંદગી થશે તેઓને વાજતેગાજતે રેલી સ્વરૂપે મ્યુનિસિપલ કોર્પાેરેશનની મુખ્ય કચેરીએ લઈ જવામાં આવશે. નવા મેયર અને ડે.મેયર માટે…

નલિયામાં સૌથી ઓછું તાપમાન ૧૧.૮ ડિગ્રી

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના લઘુતમ તાપમાનમાં વધારો થતા ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળ્યુ હતુ. આજે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયા ખાતે ૧૧.૮ ડિગ્રી નોંધાયુ હતુ. હવામાન વિભાગની આગાહી છે કે આગામી પાંચ દિવસ ગુજરાત સ્ટેટ, દિવ,દમણ…