Browsing Category

Ahmedabad

રાજપથના બોગસ સભ્યપદ કૌભાંડમાં ફક્ત ક્લાર્ક સામે પોલીસ ફરિયાદ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદઃ રાજ્પથ ક્લબમાં ૩૮ બોગસ મેમ્બરશિપ આપી દેવાના કૌભાંડમાં વસ્ત્રાપુર પોલીસે કલબના ક્લાર્ક હિતેશ દેસાઇ વિરુદ્ધમાં ૧.૬૫ કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. હિતેશ દેસાઇએ મૃત્યુ પામેલા મેમ્બરના નંબરની ફાળવણી કરીને…

CBSE બોર્ડની ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા શરૂ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: સેન્ટ્રલ બોર્ડ સીબીએસઈ દ્વારા આજથી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો છે સાથે સાથે ગુજરાત બોર્ડની ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ ની પ્રેક્ટિકલ પરીક્ષાની પણ શરૂઆત થઈ છે. ગુજરાત બોર્ડના દોઢ લાખથી વધુ અને…

શિક્ષણ વિભાગનાં ધાંધિયાંઃ RTE હેઠળ પ્રવેશના હજુ ઠેકાણાં નથી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: રાઇટ ટુ એજયુકેશન એક્ટ (આરટીઇ) હેઠળ આગામી વર્ષ ૨૦૧૯-૨૦ માટે ધોરણ એકમાં પ્રવેશની કામગીરી આ વર્ષે અર્ધો ફેબ્રુઆરી માસ વીતી જવા આવ્યો હોવા છતાં પ્રવેશ પ્રક્રિયાના કોઈ ઠેકાણાં નથી હવે આ પ્રક્રિયા અંદાજે ૨૫ માર્ચ એક…

સ્વાઈન ફ્લૂથી શહેરીજનોને બચાવવા મ્યુનિ. હવે ઉકાળા પીવડાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ઘાતક સ્વાઇન ફ્લૂ સામે નાગરિકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. સોમવારથી લોકોમાં ઉકાળાનું વિતરણ શરૂ કરાય…

બજરંગદળના કાર્યકરોથી ડરીને પોલીસે યુગલોને ગાર્ડનમાં જતાં અટકાવ્યાં

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: આજે વેલેન્ટાઈન ડેની ઉજવણીનો બજરંગ દળ અને વીએચપી કાર્યકર્તાઓ વિરોધ કરશે તેવી શક્યતાના પગલે જ શહેર પોલીસે આજ સવારથી જ રિવરફ્રન્ટ સહિતના ગાર્ડનમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને યુવક અને યુવતીઓને ગાર્ડનમાં જતાં અટકાવતાં…

‘વેલેન્ટાઈન ડે’એ ગોલ્ડન રોઝ અને જ્વેલરીની ગિફ્ટનો નવો ટ્રેન્ડ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે અમદાવાદ સહિત દેશભરમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી થઈ રહી છે. યુવાઓ અને મોટેરાંઓ તેની ખાસ ઉજવણી કરી રહ્યાં છે ત્યારે સામાન્ય રીતે આજે લાલ રંગનું ગુલાબ આપવાનો ટ્રેન્ડ છે, પરંતુ હવે સાદા ગુલાબનું સ્થાન ગોલ્ડન રોઝ લઇ…

પશ્ચિમ ઝોનમાં માત્ર બાર દિવસમાં 2457 મિલકતને સીલ કરાઈ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા માર્ચ એન્ડિંગના કારણે પ્રોપર્ટી ટેક્સના ડિફોલ્ટરો સામે કડક હાથે સીલિંગ ઝુંબેશ શરૂ કરાઈ છે. ચાલુ મહિનાના બાર દિવસમાં એકલા પશ્ચિમ ઝોનમાં ૨૪૫૭ મિલકતને તંત્રે તાળાં લગાવતાં…

BSNLના ગ્રાહકોને હવે બિલ ઈ-મેઈલથી મોકલાશે, ડિસ્કાઉન્ટ અપાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ભારત સંચાર નિગમ લિમિટેડ-બીએસએનએલના લેન્ડલાઈન ગ્રાહકોને એક સમયે ટેલિફોન બિલ આંગડિયા મારફતે અને ત્યારબાદ હવે પોસ્ટના માધ્યમથી મોકલવામાં આવે છે પરંતુ હાઈટેક યુગમાં સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલે પણ ટેક્નોલોજીનો ઉપયોગ…

ગાળો બોલવાની ના પાડતા પતિ-પત્ની અને બે યુવકોએ હુમલો કરતાં વૃદ્ધનું મોત

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરના જૂના વાડજ વિસ્તારમાં સામાન્ય બાબતે ગઇ કાલે રાત્રે એક વૃદ્ધની હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આરોપીઓએ વૃદ્ધને ડંડા વડે ફટકારતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આથી તેમને સારવાર માટે હોસ્પિટલ…

સત્તાની સાઠમારીઃ BJPના હોદ્દેદારો-કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં ભાજપ યુવા મોરચામાં એક કાર્યકર્તાને નહીં સમાવવા મામલે જાહેરમાં ભાજપ પક્ષના ચાંદખેડા વોર્ડના મહામંત્રી યુવા મોરચાના મહામંત્રી તથા કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થતા ચકચાર મચી ગઈ…