GST પર ડ્રાફ્ટ તૈયારઃ વેપારીઓનાં મંતવ્ય મંગાવ્યાં

નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસટેક્સનાં તમામ પાસાંઓ પર વિચાર કરવા તેના ડ્રાફ્ટને સરકારે સત્તાવાર વેબસાઇટ ઉપર અપલોડ કર્યો છે. સરકારે ટેક્સ નિષ્ણાત સહિત વેપારી પાસેથી બિલ સંબંધે મંતવ્યો મંગાવ્યાં છે. સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં વેપારીઓનાં…

બેન્કમાં KYCના નિયમો વધુ સખત બનશે

મુંબઇઃ બેન્કિંગ સેક્ટરમાં વધુ પારદર્શિતા આવે તથા ગ્રાહકોની ઓળખ વધુ સ્પષ્ટ બનાવવાના હેતુથી સરકાર નો યોર કસ્ટમર કેવાયસીના નિયમોમાં વધુ મજબૂત બનાવવાની કાર્યવાહી હાથ ધરી છે, જે અંતર્ગત સરકાર આધારકાર્ડને કેન્દ્રમાં રાખી શકે છે. નાણાં વિભાગનું…

ટ્રેડર્સ એસોસિયેશનની ઈ-કોમર્સ કંપનીઓ સામે નાણાં વિભાગમાં ફરિયાદ

નવી દિલ્હીઃ કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે વિવિધ ઇ-કોમર્સ કંપનીઓ પર આગામી તહેવારોની સિઝનમાં વેચાણનું આયોજન કરી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના નિયમોનું મોટા પાયે ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે. ટ્રેડર્સ એસોસિયેશને આ અંગેની ફરિયાદ નાણાં…

તહેવારોમાં ઓનલાઈન બિઝનેસ રૂ. ૫૨ હજાર કરોડને પાર

મુંબઇઃ આવતી કાલથી શરૂ થતી નવરાત્રિ, ત્યાર બાદ દશેરા, દિવાળી અને ક્રિસમસ જેવા તહેવારોમાં દેશમાં ઓનલાઇન બિઝનેસનો કારોબાર વધીને રૂ. ૫૨ હજાર કરોડને પાર પહોંચી જશે. ઉદ્યોગજગતના અગ્રણી સંગઠન એસોચેમના જણાવ્યા પ્રમાણે મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક્સ…

વધતી મોંઘવારી છતાં કર રાહતો વર્ષો જૂના ફુગાવાના આંકના આધારે કેમ?

અમદાવાદઃ આવકવેરા વિભાગ જુદી જુદી કલમો હેઠળ ખર્ચ પર વેરા માફીનો લાભ વર્ષો જૂના કાયદા હેઠળ આપે છે. દેશમાં એક બાજુ ફુગાવાનો આંક વધી રહ્યો છે ત્યારે ફુગાવાના આંકની સાથે સરખામણી કરી આ વેરા માફીની રકમમાં પણ સતત વધારો થાય તેવી કોઈ ચોક્કસ વ્યવસ્થા…

બુધવારે ગુજરાત સહિત દેશભરના દવાના વેપારીઓ હડતાળ પર

અમદાવાદઃ કેન્દ્ર સરકાર ઇ કોમર્સ કંપનીઓ દ્વારા વિવિધ ચીજવસ્તુનું વેચાણ થાય છે તેવી રીતના ઓનલાઇન દવાના વેચાણનો માર્ગ મોકળો કરી શકે છે. આ પ્રકારની સરકારની વેચાણની રીતરસમોને કારણે અનેક સમસ્યાઓ ઊભી થઇ શકે છે, જેનો વિરોધ ગુજરાત સહિત દેશભરના વિવિધ…

ઈન્ફોસિસનાં પરિણામો અને આઈઆઈપી ડેટા બજારને દિશા આપશે

સ્થાનિક બજારમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોની ભારે ખરીદીના કારણે શેરબજારમાં સુધારો જોવા મળ્યો છે. સપ્તાહમાં શેરબજારમાં ૩ ટકાનો ઉછાળો નોંધાયો. જેની પાછળનાં મુખ્ય કારણોમાં વૈશ્વિક શેરબજારમાં સુધારો અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં…

પરોક્ષ કરવેરાની વસૂલાતમાં ૩૫.૮ ટકાનો વધારો

નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસ દરમિયાન પરોક્ષ કરવેરાની વસૂલાત ૩૫.૮ ટકા વધીને રૂ. ૩.૨૪ લાખ કરોડને આંબી ગઈ છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં આ રકમ રૂ. ૨.૩૮ લાખ કરોડ હતી. પરોક્ષ કરવેરાની…

બેન્ક શેર્સની આગેવાનીએ સેન્સેક્સમાં ૩૦૦ પોઈન્ટનો ઉછાળો નોંધાયો

અમદાવાદઃ વૈશ્વિક શેરબજારના સપોર્ટે તથા સ્થાનિક મોરચે વિદેશી સંસ્થાગત રોકાણકારોની ખરીદીના પગલે શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે શાનદાર ખરીદી જોવા મળી હતી. શરૂઆતે સેન્સેક્સમાં ૩૧૭ પોઇન્ટનો સુધારો નોંધાયો હતો અને સેન્સેક્સનો આંક ફરી એક વાર…

RBIની બેઝ રેટની નવી ગણતરીથી લોન સસ્તી થશે?

મુંબઈઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ચાલુ કેલેન્ડર વર્ષના નવેમ્બર મહિનાના અંત સુધીમાં બેઝ રેટની ગણતરી કરવાના ડ્રાફ્ટની માર્ગદર્શિકાને અંતિમ સ્વરૂપ આપી દેશે. લોન પરનું વ્યાજ બેઝ રેટના આધારે નક્કી કરવામાં આવે છે. આ એ રેટ છે કે આ રેટથી ઓછા રેટ ઉપર…