મોબાઈલ, ટીવી, ફ્રીઝ અને કારની કિંમતોમાં વધારો થવાના નિર્દેશો

નવી દિલ્હી: આગામી દિવસોમાં મોબાઇલ ફોન, ટીવી અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી લઇને ઓટોમોબાઇલની કિંમતમાં ઉછાળો આવી શકે છે. કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક કંપનીઓ પર સતત ડોલરની તુલનાએ નબળા પડી રહેલા રૂપિયાના દબાણથી ખાસ કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણોની કિંમત…

LPG ગ્રાહકોને બેન્ક ખાતાં આધાર સાથે લિંક કરવા સૂચના

નવી દિલ્હી: એલપીજી ગેસ કંપની ઈન્ડેન, એચપી અને ભારત ગેસે પોતાની તમામ બ્રાન્ચને સૂચના જારી કરી છે કે માર્ચ સુધીમાં તમામ એલપીજી ગેસ ગ્રાહકોના બેન્ક ખાતા સાથે આધાર નંબર લિંક કરાવી દે. બેન્ક ખાતું આધાર નંબર સાથે લિંક કરાવ્યા બાદ સરકાર તરફથી ગેસ…

ક્રૂડમાં સાત વર્ષમાં સૌથી મોટી તેજીઃ ૧૨ ટકાનો જંગી ઉછાળો

નવી દિલ્હી: યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ) દ્વારા ઉત્પાદન ઘટાડવાના સમાચારના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં ૧૨ ટકાનો ઉછાળો આવતા પ્રતિ બેરલ ૨૯ ડોલર પર પહોંચી ગઇ છે. ૨૦૦૯ બાદ આ એક દિવસમાં આવેલી સૌથી મોટી તેજી છે. આ અગાઉના અઠવાડિયામાં…

સોના અને ચાંદીમાં ફૂલગુલાબી તેજીઃ સોનું ૩૦ હજારની નજીક

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની મજબૂત તેજી તરફી ચાલ જોવા મળી છે. ગઇ કાલે ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં સાત વર્ષની સૌથી મોટી તેજી જોવા મળી હતી. સપ્તાહ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં ૫.૫ ટકાનો સુધારો જોવા મળ્યો છે, જે ઓક્ટોબર ૨૦૧૧ બાદ…

વેટ ડિપાર્ટમેન્ટની મનમાની સામે ટ્રેડર્સ ફેડરેશને આંદોલન છેડ્યું

અમદાવાદ: કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાછલા કેટલાક સમયથી કાયદા અને નિયમોને નેવે મૂકી મનઘડંત અર્થઘટન કરે છે. તેનો ભોગ રાજ્યના વેપાર-ઉદ્યોગને બનવું પડે છે. ડિપાર્ટમેન્ટ વેટના રિફંડ આપવાની બાબતમાં પણ ઢીલી નીતિ અપનાવી રહ્યો છે ત્યારે ગુજરાત…

વિદેશી શેરબજારો વધુ બેહાલ થયાં

અમદાવાદ: વૈશ્વિક ઇકોનોમી ગ્રોથમાં મંદીનાં એંધાણ તથા ક્રૂડ ૧૩ વર્ષની નીચી સપાટીએ જોવાતાં વિશ્વભરનાં શેરબજારોમાં હાહાકાર જોવા મળ્યો છે. વિદેશી બજારો ગઇ કાલ બાદ આજે વધુ ગબડ્યાં છે. યુએસ ફેડરલ રિઝર્વનાં ચેરપર્સન જેનેટ યેલેનના નિવેદનની પણ બજાર…

સૌરાષ્ટ્રમાંથી મબલક આવકઃ ડુંગળી ૧૦ રૂપિયે

અમદાવાદ: સૌરાષ્ટ્રમાંથી સ્થાનિક બજારમાં ડુંગળીની સતત મબલખ આવક થઇ રહી છે, જેને કારણે હોલસેલ તથા છૂટક બજારમાં પણ ડુંગળીના ભાવ સતત તૂટી રહ્યા છે. વધતી જતી આવકને લઇને ડુંગળી ૧૦ રૂપિયે કિલો છૂટક બજારમાં વેચાઇ રહી છે તેથી ઊલટું લીલી ડુંગળીના ભાવ…

શેરબજારમાં શરૂઆતે જોવાયેલો સુધારો

અમદાવાદ: ગઇ કાલે સેન્સેક્સમાં ૮૦૦ પોઇન્ટના નોંધાયેલા ઘટાડા બાદ આજે વૈશ્વિક બજારોમાં જોવા મળેલા ઘટાડા વચ્ચે શરૂઆતે શેરબજાર સુધર્યું હતું. સેન્સેક્સ ૧૩૯ પોઇન્ટના સુધારે ૨૩,૦૯૧, જ્યારે નિફ્ટી ૪૭ પોઇન્ટના સુધારે ૭,૦૦૦ની સપાટી વટાવી ૭,૦૨૩ની…

શેરબજારમાં સુનામી : સેન્સેક્સમાં વધુ ૮૦૭ પોઇન્ટનો રેકોર્ડ કડાકો

મુંબઇ : શેરબજારમાં આજે વેચવાલીની સુનામી જોવા મળી હતી. સતત ચોથા દિવસે શેરબજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગયું હતું. નિરાશાજનક વૈશ્વિક સંકેત અને કંપનીઓના ખરાબ પરિણામોના કારણે બજારને મોટો ફટકો પડ્યો છે.આજે દિવસ દરમિયાન ઉતારચઢાવની સ્થિતિ…

ઊંચા ટેક્સ અને ઓનલાઈન ખરીદીથી મોબાઈલ પરની વેટની આવક ઘટી

અમદાવાદ: કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે મોબાઇલનું ઊંચું વેચાણ હોવા છતાં પણ ઊંચા ટેક્સ ભારણ તથા ઓનલાઇન વધતા જતા કારોબારને લઇને અમદાવાદ ડિવિઝન-૧માં મોબાઇલ પરની ટેક્સની આવકમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૧૪-૧૫માં ડિસેમ્બર સુધીમાં મોબાઇલ પરની…