પ્રેમના અમી છાંટણા…
મલ્લિકાર્જુન મંસુરને સાંભળવા, ઉસ્તાદ બિસ્મિલ્લાખાનનું નિષ્કપટ હાસ્ય અને તન્મય શરણાઈ-વાદન પણ પ્રેમ છે, મહેંદી હસનના મખમલી સ્વરો પ્રેમ જ તો છે, સમરેશ બસુની 'કોથાય પાબો તારે' પણ મહોબ્બત છે, ફણિશ્વરનાથ રેણુની પરિકથા અને એની આપાની જિલાવતન પ્રેમ…