જાતીગત રાજનીતિએ બગાડી ભાજપની બાજી : મનોજ તિવારી

નવી દિલ્હી : બિહાર ચૂંટણીમાં મળેલા પરાજય બાદ જ્યારે એક તરફ ભાજપ કારણો શોધી રહ્યું છે અને સમીક્ષા કરી રહ્યા છે. તો બીજી તરફ પક્ષનાં નેતાઓ પણ સતત એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. શત્રુઘ્ન બાદ હવે દિલ્હીમાંથી ભાજપ સાંસદ અને ભોજપુરી અભિનેતા મનોજ તિવારીએ કહ્યું કે બિહારામં ભાજપનું પરિણામ જાતિગત રમતે બગાડ્યું છે. એક ચેનલ સાથેની ખાસવાતચીતમાં તિવારીએ કહ્યું કે જાતીય રમતબાજીએ જ અમારી રમત બગાડી હતી. અમુક મીડિયા ચેનલોની તરફથી ચલાવાઇ રહ્યું છે કે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે અનામત સંબંધી વક્તવ્યો અંગે કહ્યું હતું કે ટીપ્પણી કરવાનો સમય ખોટો હતો. મે એવું કાંઇ કહ્યું નથી પરંતુ મે કહ્યું હતું કે અમે તેની વાતોને જનતાની સમક્ષ સાચી રીતે રહી શક્યા નહી.
પાર્ટીનાં વૃદ્ધ નેતાઓ પર તિવારીએ કહ્યું કે અમારા વરિષ્ઠ નેતાઓને પાર્ટી ફોરમમાં જ પોતાની વાત કહેવાની જરૂર હતી. ઉલ્લેખનીય છે કે બિહાર ચૂંટણીમાં હાર મળ્યા બાદ ભાજપનાં ચાર વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, શાંતાકુમાર અને યશવંત સિન્હાની તરફથી સંયુક્ત ટીપ્પણી કરી હતી કે નેતૃત્વને આ હારની જવાબદારી લેવી જોઇએ. મનોજ તિવારીએ કહ્યું કે ચૂંટણીનાં સમયે શત્રુઘ્ન સિન્હા અને આર.કેસિંહનાં ઉલ્ટી ટીપ્પણીઓથી નુકસાન પહોંચ્યું.

You might also like