રોકડની અછતના પગલે FMCG કંપનીઓના વેચાણ ઉપર અસર

મુંબઇઃ સરકારે આઠ નવેમ્બરે નોટબંધીના નિર્ણયની જાહેરાત કરી હતી. આ નિર્ણયના પગલે ગુજરાત સહિત દેશભરમાં રોકડની ક્રાઇસિસ જોવાઇ હતી. ડિસેમ્બરમાં પૂરા થતા ત્રિમાસિક સમયગાળામાં એફએમસીજી કંપનીઓના વેચાણમાં ઘટાડો નોંધાયો હતો. ડબલ્યુપીપી ગ્રૂપનું એકમ કંટાર વર્લ્ડ પેનલના રિપોર્ટ મુજબ ડિસેમ્બરમાં પૂરા થતા ત્રિમાસિક સમયગાળામાં એફએમસીજી કંપનીઓની વેચાણવૃદ્ધિ ૫.૩ ટકા ઘટી ગઇ છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૬ના શરૂઆતના ત્રણ મહિનામાં વેચાણમાં વૃદ્ધિ નોંધાઇ હતી. માર્ચ ત્રિમાસિક સમયગાળામાં વેચાણમાં ૬.૨ ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે જૂન ત્રિમાસિક સમયગાળામાં છ ટકા, જ્યારે સપ્ટેમ્બર ત્રિમાસિક સમયગાળામાં ૮.૩ ટકાની વૃદ્ધિ જોવાઇ હતી.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ઓક્ટોબરની સરખામણીએ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં વેચાણમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. ઓકટોબર ૨૦૧૬માં એફએમસીજી સેક્ટરમાં વૃદ્ધિ ૯.૯ ટકા જોવાઇ હતી, જે નવેમ્બરમાં ૨.૭ ટકા ઘટી હતી, જ્યારે ડિસેમ્બરમાં મામૂલી સુધારો નોંધાઇ ૩.૫ ટકા વૃદ્ધિ નોંધાઇ હતી. જોકે નિષ્ણાતોનું માનવું છે કે માર્ચ ૨૦૧૭માં પૂરા થતા ત્રિમાસિક સમયગાળામાં એફએમસીજી કંપનીઓના વેચાણ ઉપર નોટબંધીની અસર રહે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. સરકારે ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય તે માટે પગલાં લીધાં છે. એફએમસીજી કંપનીઓની માગ વધવાની શક્યતા છે.

http://sambhaavnews.com/

You might also like