૯૮.૧૦ લાખની ચોરીઃ અારોપીઅો પોતાની બાઈક પર અાવ્યા હતા

અમદાવાદ, સોમવાર
રૂપિયા ૯૮.૧૦ લાખની કેશ વાનમાંથી ચોરીને બે દિવસ વીતી ગયા છતાં પણ હજુ પોલીસ માત્ર અારોપીઅોનાં નામ સુધી પહોંચી શકી છે. ત્રણે અારોપીઅો ચાંદખેડાના જનતાનગર વિસ્તારમાં એક ભાડાના મકાનમાં રહેતા હતા. જે બાઈક ઉપર પુનિત અને સુધીર લોખંડની પૈસા ભરેલી પેટી લઈને જાય છે તે બાઈક અારોપીઅોનું જ હોવાનું બહાર અાવ્યું છે.

અારોપી મૂકેશ યાદવ પણ પોતાનું જ બાઈક લઈ ફરાર થઈ ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે અાવ્યું છે. પોલીસે હાલ પુનિત અને મૂકેશ યાદવના ફોટા મેળવી તેઅોની શોધખોળ શરૂ કરી છે.

સીસીટીવી ફૂટેજમાં જે બાઈક પર બંને અારોપીઅો પૈસા ભરેલી લોખંડની પેટી લઈને જાય છે તે બાઈક અારોપીઅોનું જ હોવાનું સામે અાવ્યું છે. બંને બાઈક હાલમાં ગાયબ છે. પોલીસને પૂરેપૂરી શંકા છે કે અા બંને બાઈક લઈ અારોપીઅો ફરાર થઈ ગયા છે.

ચોરી કરવામાં અા બંને બાઈકનો ઉપયોગ કરવામાં અાવ્યો છે જેથી પોલીસે હવે બંને બાઈકનો નંબર મેળવવા અલગ અલગ સીસીટીવી ફૂટેજો તપાસવાના શરૂ કર્યા છે. પોલીસ નંબર મેળવ્યા બાદ અા બાઈકની શોધખોળ કરી અને અારોપીઅોનો પત્તો મેળવવાની તજવીજ હાથ ધરી છે.

You might also like