રોકડની ક્રાઈસિસ વચ્ચે વિવિધ કઠોળના ભાવમાં જોવાયેલો સુધારો

અમદાવાદ: પાછલાં સપ્તાહે સરકારે બુધવારથી રૂ. ૫૦૦ અને ૧,૦૦૦ની ચલણી નોટો બંધ કરી દીધી છે. હોલસેલના કરિયાણા બજારમાં રોકડનો વ્યવહારમાં મોટા પ્રમાણમાં થાય છે. આવા સંજોગોમાં મોટા પ્રમાણમાં નાણાકીય વ્યવહાર ઠપ થઇ જવાના કારણે કઠોળના માલના પરિવહનને પણ અસર થઇ છે. એક બાજુ સ્ટોક ઘટી રહ્યો છે તો બીજી બાજુ લગ્નસરાની માગ સહિત રૂટિન માગ જળવાયેલી જોવા મળી છે, જેના પગલે કઠોળના ભાવમાં તેજીની ચાલ જોવા મળી છે.

સ્થાનિક કાલુપુરના હોલસેલ વેપારીઓના જણાવ્યા પ્રમાણે વર્તમાન ઊભી થયેલી અનિશ્ચિતતા ભરેલી પરિસ્થિતિમાં વેપારીઓ નવો કોઇ કારોબાર કરવાથી અળગા જોવા મળી રહ્યા છે તો બીજી બાજુ બજારમાં રોકડની ક્રાઇસિસ પ્રવર્તી રહી છે અને તેની અસરથી વિવિધ કઠોળના ભાવમાં સુધારા તરફી ચાલ નોંધાઇ છે.

સ્થાનિક બજારમાં ચણાની દાળનો ભાવ પ્રતિકિલો રૂ. ૧૩૦થી ૧૪૦ની સપાટીએ પહોંચી ગયો છે. એ જ પ્રમાણે દેશી ચણાનાે ભાવ પણ ૧૧૦થી ૧૨૦ની સપાટીએ જોવા મળ્યો છે, જોકે તુવેરની દાળના ભાવમાં રાહતની અસર નોંધાઇ છે. આયાતી માલ બજારમાં આવતાં પૂરતા સ્ટોક સપ્લાય વચ્ચે પ્રતિકિલોએ પાછલા એક જ સપ્તાહમાં ૧૧૦થી ૧૨૦ની સપાટીએ ભાવ પહોંચી ગયેલો જોવા મળ્યો છે. કોરી તુવેરની દાળનો ભાવ પણ ૧૦૫થી ૧૧૫ રૂપિયા પ્રતિકિલોએ પહોંચી ગયો છે.

કઠોળના ભાવમાં સપ્તાહમાં વધારો
ચણાની દાળ રૂ. ૧૦-૨૦
દેશી ચણા રૂ. ૭-૧૦
તુવેરની દાળ રૂ. ૫-૭
તુવેરની દાળ કોરી રૂ. ૭-૧૦
(ભાવ પ્રતિકિલોના)

You might also like