વિશાલ ગોસ્વામી સામેના કેસોમાં આઠ મહિને ખાસ સરકારી વકીલ નિમાયા!

અમદાવાદ : અમદાવાદ સહિત પાંચ રાજયમાં સોનીઓની માહિતી મેળવીને કરોડો રૂપિયાની ખંડણી ઉઘરાવનાર વિશાલ ગોસ્વામી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે દસ માસ અગાઉ પકડાયો હતો, જેમાં વિશાલ ગોસ્વામીએ માત્ર અમદાવાદના ઘનાઢ્ય સોની વેપારીઓ પાસેથી આશરે આઠથી દસ કરોડની ખંડણી મેળવી હોવાનું ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું હતું. વિશાલ ગોસ્વામીના બે ભાઈઓ જામીન પર મુકત થઈ ગયા બાદ સરકારે ખાસ સરકારી વકીલ તરીકે ચેતન કે. શાહની નિમણૂક કરી છે.

અમદાવાદના ઘનાઢ્ય સોનીઓની દુકાન પાસે અથવા તેમના ઘરની બહાર ફાયરિંગ કરીને ગભરાટ ફેલાવ્યા બાદ વિશાલ ગોસ્વામી લાખો રૂપિયાની ખંડણી મેળવતો હતો, જેમાં ક્રાઈમ બ્રાન્ચે વિશાલ ગોસ્વામીને ઝડપી લેવા માટે ઉત્ત્।ર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં દસેક વાર ધક્કા ખાવા પડ્યા હતા. વિશાલ ગોસ્વામી અને તેની ગેંગે ભારતના મોટા ભાગનારાજયોમાં ખંડણી, હત્યા તેમજ હત્યાની કોશિશ, લંૂટફાટ અને ચોરી જેવા ગંભીર પ્રકારના ગુનાઓ કરી તરખાટ મચાવ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચે ઉત્ત્।ર પ્રદેશ પોલીસની મદદથી વિશાલ ગોસ્વામીના સાગરીતોની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. બીજી તરફ ખંડણીખોર વિશાલ ગોસ્વામીના બે ભાઈઓ જામીન પર મુકત થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચ અને સોની વેપારીઓ દ્વારા દસ માસ પહેલાં જ વિશાલ ગોસ્વામી જેલમાંથી બહાર ના આવે અને કેસોમાં સરકાર અસરકારક રજૂઆત કરે તે માટે અનુભવી સરકારી વકીલની નિમણૂક કરવા માટે માગણી કરી હતી.

જેમાં વિશાલ ગોસ્વામી સામેના ગુજરાતમાં રપ કેસોમાં સરકારે ચેતન કે. શાહની નિમણૂક કરી છે. વિશાલ ગોસ્વામી સામે મધ્યપ્રદેશમાં આઠ, રાજસ્થાનમાં આઠ, ગોવામાં બે કર્ણાટકમાં ત્રણ અને ઉત્ત્।ર પ્રદેશમાં બે કેસ નોંધાયેલા છે. ઉલ્લેખનીય છે કે વિશાલ ગોસ્વામી માથાભારે હોવાથી તેને જેલમાંથી બહાર નહીં કાઢવા માટે ગૃહ વિભાગે ીઆરપીસીની કલમ ર૬૮ લગાવી દીધી છે.

You might also like