વલસાડમાં સામે આવ્યો લવ જેહાદનો કિસ્સો, મુંબઇથી કરાઇ ધરપકડ

વાપીમાં એક પરિણીતાને ભગાડી લઈ જવાનો કિસ્સો બહાર આવ્યો છે. કચ્છી પરિવારની આ પરિણીતાને સલમાન શેખ નામનો શખશ ભગાડી લઈ જતો હતો ત્યારે મુંબઈ એરપોર્ટથી તને ઝડપી પાડી વાપી લાવવામાં આવ્યા હતો. ઘટનાના પગલે મોડી રાત સુધી વાપી ટાઉન પોલીસ સ્ટેશનને  હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ અને પીડિત પરિણીતાના સમાજના લોકોએ ઘેરી હંગામો મચાવતા મામલો ગરમાયો હતો.

જેના પગલે આરોપીને અન્ય પોલીસ સ્ટેશનમાં ખસેડવાના પોલીસના પ્રયાસો કર્યા હતા પણ ટોળાએ પોલીસને ગાડીને ઘેરી લીધી અને આરોપીને વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં જ રાખવાની ફરજ પડી હતી. મોડી રાતે પરિણીતા પોતાની ઈચ્છાથી પોતાના માતા પિતા સાથે જવા રવાના થતાં પોલીસે પરિણીતાનો કબજો પરિવારને સોંપી આરોપીની કડક કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, હિન્દુ સંગઠનોએ આ મુદ્દે લવજેહાદનો આક્ષેપ કર્યો છે. કારણકે આરોપી સલામન શેખ અગાઉ અનેક હિન્દુ યુવતીઓને આ રીતે પોતાના પ્રેમ જાળમાં ફસાવી ચૂકયો હોવાનો આક્ષેપો છે. જેથી આ મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માંગણી પીડિત પરિણીતાના સમાજ દ્વારા કરવામાં આવી છે.

You might also like