કચ્છમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગનો મામલો, પરેશ ધાનાણીના ધરણાના એક દિવસ પહેલા જ આવ્યો FSLનો રિપોર્ટ

રાજ્યમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં કયાક ભેળસેળ સામે આવી તો કયાક આખા ગોડાઉન જ સળગી ગયા. મગફળીની ખરીદીમાં આચરાયેલા કૌભાંડને લઈને વિપક્ષના નેતા પરેશ ધાનાણી છેલ્લા કેટલાય સમયથી આંદોલન ચલાવી રહ્યાં છે.

આમ જ્યારે કચ્છના મીઠીરોહર મગફળી ગોડાઉનમાં લાગેલી આગ મુદ્દે પરેશ ધાનાણીના આંદોલનના એક દિવસ પહેલા જ FSLનો રિપોર્ટ સામે આવ્યો છે. આંદોલનના એક દિવસ પહેલા જ આવેલો આ રિપોર્ટ એક સંયોગ છે કે પછી કોઈ રાજનૈતિક પગલુ એ ચર્ચાનો વિષય છે.

ઉલ્લેખનીય છે કે આગ લાગવાના આઠ મહિના સુધી તો રિપોર્ટ ન આવ્યો પણ પરેશ ધાનાણીના ધરણા શરૂ થાય તે પહેલા જ રિપોર્ટ આવી ગયો. રીપોર્ટમાં આગ આકસ્મિક રીતે લાગી હોવાનો ખુલાસો થયો છે. ત્યારે હવે જોવાનું એ છે કે, એફએસએલના રિપોર્ટ બાદ સરકાર અને વિપક્ષની નીતિ શું રહે છે.

You might also like