ગાજર અને શક્કરિયા ખાસો તો યાદશક્તિ નબળી નહી પડે

મોટી ઉંમરે ઘણીવાર યાદશક્તિ ઓછી થઈ જતી હોય છે. અાવી સ્થિતિમાં અલ્ઝાઈમર જેવા રોગ પણ થઈ શકે છે. હવે તેમાંથી બચવાનો એક ઉપાય અાપણી અાસપાસમાં જ છે. અમેરિકાના સંશોધકોનું કહેવું છે કે નાની ઉંમરથી ગાજર, બિટ અને શક્કરિયા જેવા કંદમૂળ ખાવામાં અાવે તો યાદશક્તિ કમજોર પડતી નથી. જે લોકોના મગજમાં કેરોટીનોઈડ વધારે હોય તેમને ખાસ તકલીફ પડતી નથી. વનસ્પતિને અાગવો ચળકતો રંગ અાપતું પાવરફુલ અા તત્ત્વ ગાજર અને બિટ જેવા કંદમૂળમાં ભરપૂર માત્રામાં હોય છે. કેરોટીનોઈડ ઉપરાંત લ્યુટીન અને ઝિકસેન્થિન નામના બે તત્ત્વ પણ તેમાં ભાગ ભજવે છે. અા બંને તત્ત્વો પણ ગાજર, બિટ, શક્કરિયામાંથી મળે છે.

visit : www.sambhaavnews.com

You might also like