ગાજરના પરાઠા

સામગ્રી : અેક કપ ઘઉંનો લોટ, પા કપ મદો, પા કપ સોયાબીનનો લોટ, અેક કપ ગાજરનું છીણ, અેક ટી-સ્પૂન લાલ મરચું, અડધી ટી-સ્પૂન છીણેલું અાદુ, અેક ટી-સ્પૂન, લીંબુનો રસ, અેક ટી- સ્પૂન ખાંડ, તલ, જીરું, અેક નંગ તમાલપત્ર, ચપટી હિંગ, મીઠું, બટર, કોથમીર

રીત : અેક કઢાઈમાં અેક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીને હિંગ, જીરું, તલ, તમાલપત્રનો વઘાર કરીને તેમાં અાદુ ઉમેરી ૩ મિનિટ સાંતળો. તેમાં ગાજરનું છીણ, મીઠું ઉમેરીને ધીમા તાપે ચઢવા દેવું. છીણ ચડી જાય અેટલે તેમાં મરચું, કોથમીર, ખાંડ અને લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરો. બેથી ત્રણ મિનિટ ચઢવા દો. પછી ગેસ પરથી ઉતારીને ઠંડંુ થવા દેવું. અેક મિક્સંગ બાઉલમાં ઘઉંનો લોટ, મદો અને સોયાબીનનો લોટ ઉમેરીને બરાબર મિક્સ કરવું. ત્યાર બાદ તેમાં ગાજરનું પૂરણ, તેલનું મોણ અને મીઠું નાખી, પરોઠા જેવો કઠણ લોટ બાંધવો. ત્યાર બાદ અા મિશ્રણમાંથી પરોઠા વણવા. તવા પર તેલ અથવા બટરથી ધીમા તાપે પરોઠાને હળવા ગુલાબી રંગના થાય અે રીતે શેકી લેવા. ગરમા-ગરમ પરોઠાને ટોમેટો સોસ, ગ્રીન ચટણી અથવા દહીં સાથે સર્વ કરી શકાય.

You might also like