ગાજરની ખીર

સામગ્રી : અડધો કિ.ગ્રા. ગાજર, અેક લિટર દૂધ, અડધો કપ ખાંડ, બે ટી-સ્પૂન કન્ડેન્સ્ડ મિલ્ક, કેસરના થોડા તાંતણા, બદામની કતરણ ગાર્નિશિંગ માટે

રીત : સાૈપ્રથમ ગાજરની છાલ કાઢીને તેના ટુકડા કરી લેવા. ત્યાર બાદ તેને કૂકરમાં અેક કપ પાણી સાથે બાફી લો. ત્યાર બાદ ગાજરમાં જે દૂધ વધ્યું હોય તેને નીતારીને કાઢી લેવું અને બાફેલા ગાજર અને ખાંડને મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને ક્રશ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લેવી. ત્યાર પછી બાકીના વધેલા દૂધને ૧૫થી ૨૦ મિનિટ માટે ઉકાળી લેવું. પછી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરીને બરાબર મિક્સ કરીને, ગેસ બંધ કરી દો, જ્યારે દૂધ થોડું હૂંફાળું બને અેટલે તેમાં ગાજરની પ્યૂરી અને ગાજર બાફ્યા બાદ વધેલું દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં કેસર ઉમેરીને ફરીથી બરાબર મિક્સ કરી લેવું. છેલ્લે ગાજરની ખીર સર્વ કરતી વખતે બદામની કતરણથી ગાર્નિશ કરીને
પછી સર્વ કરો.

You might also like