ગાજરના ક્રિસ્પી રોલ

સામગ્રી: પૂરણ માટેની સામગ્રી ત્રણ ડુંગળી ઝીણી સમારેલી, એક કેપ્સિકમ ઝીણું સમારેલું, ત્રણ બાફેલા બટાકાનો માવો, એક વાટકી બાફેલા વટાણા, છ ગાજરનું છીણ, બે ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ, મીઠું, ખાંડ, એક ચમચી લીંબુનો રસ, એક ચમચી ગરમ મસાલો, ચાટ મસાલો, ચિલી ફ્લેક્સ પૂરી માટે અઢીસો ગ્રામ મેંદો, મીઠું સ્વાદ મુજબ, ત્રણ ટીસ્પૂન તેલ મોણ માટે, ત્રણ ટીસ્પૂન મરી પાઉડર, બે ટીસ્પૂન ચિલી ફ્લેક્સ

રીત: એક કડાઈમાં તેલ મૂકી તેમાં હિંગ, ડુંગળી, આદું-મરચાંની પેસ્ટ નાખી સાંતળી લો. હવે તેમાં કેપ્સિકમ નાખો. ગાજરના છીણને નીચોવીને નાખો. સ્વાદ મુજબ મીઠું, ખાંડ, લીંબુનો રસ, હળદર, ગરમ મસાલો, ચાટ મસાલો, ધાણાજીરું, ચિલી ફ્લેક્સ, કોથમીર નાખી મિક્સ કરી સાંતળી લો. પછી નીચે ઉતારી બટાકાનો માવો, બાફીને નીતારેલા વટાણા, ટોસ્ટનો ભૂકો નાખી લંબગોળ રોલ વાળી લો. હવે મેંદાના લોટમાંથી લૂઆ વાળી મીડિયમ સાઈઝની રોટલી વણી લો. પછી વચ્ચે લંબગોળ રોલ મૂકીને રોટલી પર આજુબાજુએ કાપા પાડી લો. હવે પાણી લગાડી કિનારી ઉપર અને એક પટ્ટી ઉપર બીજી પટ્ટી ક્રોસમાં લગાડો. ત્યારબાદ રોલને તેલમાં મીડિયમ તાપે તળી લો. ઉપર ચાટ મસાલો છાંટીને સર્વ કરો.

You might also like