ભાવનગર એરપોર્ટમાં ઘૂસી ગયો દીપડો, આતે કેવી સુરક્ષા

ભાવનગરઃ જંગલી પ્રાણી વનવિસ્તાર છોડીને રહેણાક વિસ્તારમાં આવી જવાની ઘટના અનેક વખત પ્રકાશમાં આવી છે. ત્યારે ભાવનગરના એરપોર્ટ પર ગુરૂવારે મોડી રાત્રે દીપડો આવી ચડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દીપડો એરપોર્ટ પર આવી જતા સુરક્ષાકર્મીઓ દોડતા થઇ ગયા હતા. જોકે એરપોર્ટ ઓથોરિટી દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવતા અધિકારીઓની ટીમ એરપોર્ટ પહોંચી ગઇ હતી. એરપોર્ટમાં આ રીતે ઓથોરિટીની બેદરકારી સાથે સુરક્ષા મામલે પણ સવાલો ઉભા થયા છે.

ભાવનગર એરપોર્ટ પર ગુરુવાર રાત્રે અંદાજે દોઢ થી બે વાગ્યાની આસપાસ ફરજ પરના સુરક્ષા કર્મચારીને દીપડો જોવા મળ્યો હતો. આથી તેણે અન્ય કર્મચારીઓને ચેતવ્યા હતા. દીપડો દિવાલ કુદીને અંદર આવ્યો હતો. જોકે થોડા સમયમાં જ તે દીવાલ કુદીને પાછો જતો રહ્યો હતો. શિકારની શોધમાં આ રીતે જંગલી પ્રાણી માનવ વસાહતમાં આવીને શિકાર કરે છે. ત્યારે આ મામલે એરપોર્ટ ઓથોરિટીએ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગની ટીમે એરપોર્ટ પહોંચીને સમગ્ર વિસ્તારની તપાસ હાથ ધરી હતી. જોકે દીપડો હાથ લાગ્યો ન હતો.

http://sambhaavnews.com/

 

You might also like