સાવધાન! નોટ પણ પાડી શકે છે બીમાર

નોટ જે તમારો દિવસ ચલાવવામાં કામ લાગે છે. આ નોટોથી જ આપણે આપણી જીવન જરૂરિયાતોની વસ્તુઓ પૂરી કરી શકો છો, પરંતુ શું તમે જાણો છો કે આપણને બીમાર કરવામાં એ પણ મહત્વનો ભાગ ભજવે છે.

જી હાં એક સંશોધન પરથી જાણવા મળ્યું છે કે તમે જે 10, 20, 50, 100 ની નોટો તમારા હાથમાં રાખો છો, એ નોટોમાં હજારો જાતનાં કીટાણું મળી આવે છે. જે આપણની બીમાર કરે છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર આ કીટાણુઓથી 78 જાતની બીમારીઓ થાય છે. તો એ વાત સ્પષ્ટ છે કે આ નોટો દ્વારા તમારી અંદર બીમારીઓ પહોંચી રહી છે.

એક સંશોધન મુજબ એવું સત્ય સામે આવ્યું છે કે એમાં રહેલા બેક્ટેરિયાથી આપણને પેચિસ, ટીબી અને અલ્સર જેવી બીમારીઓ પણ થઇ શકે છે. કેટલીક વખત એક વ્યક્તિથી બીજા ન્યક્તિ સુધી આ સૂક્ષ્મ જીવાણુ નોટો દ્વારા પહોંચાડે છે, અને આ પ્રકારે બીમારી ફેલાઇ શકે છે. એમણે જણાવ્યું કે એમને અલગ અલગ જગ્યાએથી સેમ્પલ એકત્રિત કર્યા હતાં, જ્યાં નાની નોટોનું ચલણ વધારે હતું.

You might also like