ધ્યાન રાખજો! રેલવેએ બદલ્યા છે કેટલાક જરૂરી નિયમો, ક્લિક કરીને જાણો

રેલવેએ ફરી એક વાર પોતાના નિયમોમાં ફેરફારો કર્યા છે. જેની સિધી અસર ટ્રેન યાત્રીઓ પર પડવાની છે. રેલવે નિયમોમાં સૌથી મોટો ફેરફાર પ્રમાણે હવે TTE (ટ્રાવેલ ટિકિટ એગ્ઝામિનર) તમને ખાલી બર્થ પહેલાની જેમ સહેલાઈથી અલોટ નહિ કરી શકે. રેલવેએ ખાલી બર્થ માટે TTE સાથે થનારી લેવડદેવડ રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. આ ઉપરાંત રેલવેએ ગુમ સામાનને શોધવા માટે એક નવી સુવિધા ચાલું કરી છે.

TTE હવે ખાલી બર્થ સીધેસીધા નહિ આપી શકે
હંમેશાં એમ થતું કે જે લોકોની ટિકિટ વેટિંગમાં રહી જતી તે TTEને પૂછીને બર્થ પર રિઝર્વેશન મેળવી લેતા. ઘણી વાર એમ જોવા મળ્યું છે કે આ પૂરી પ્રક્રિયામાં TTE પૈસાની લેવડદેવડ પણ કરતા. જોકે, રેલવેએ નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે, જેના લીધે હવે TTE સીધેસીધા બર્થ અલોટ નહિ કરી શકે. હવે TTE સ્ટેશનનું વેટિંગ લીસ્ટ ક્લિયર કર્યા પછી જ આવનારા સ્ટેશન પર આપોઆપ ખરીદવામાં આવેલી ટિકટોનું વેટિંગ ક્લિયર થાય છે.

આ નિયમ પછી ઓછા કોટાવાળા સ્ટેશનથી યાત્રા કરનારા લોકોને પણ બર્થ મળવો પેહલાની સરખામણીમાં આસાન થઈ જશે. આનાથી તમે એમ સમજો કે જો તમે અમદાવાદથી કોઈ ટ્રેન પકડો છો અને જે ટ્રેનમાં તમે છો તેમાં અમદાવાદથી 10 રિઝર્વેશન બર્થ ખાલી રહી ગયા છે તો ટ્રેન રવાના થાય તે પહેલા જ તે તમામ આગળના સ્ટોપ માટે અલોટ થઈ જશે. જો આગળના સ્ટોપ પર પણ સીટ ખાલી રહે તો ફરીથી એ જ પ્રક્રિયા ત્યાં સુધી ચાલતી રહેશે જ્યા સુધી સીટો ભરાઈ ન જાય. હવે TTE ટ્રેનની અંદર તેઓને અલોટ નહિ કરી શકે.

જાણો કેવી રીતે મળશે ગુમ થયેલો સમાન
રેલવેએ ટ્રેનમાં ગુમ થનારા સામાનને પાછો મેળવવા માટે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે અને કેટલીક નવી સુવિધાઓ પણ શરૂ કરી છે. હવેથી તમે રેલવેની વેબસાઇટ પર જઈને તમે જાતે સામાન લોકેટ કરી શકો છો અને પોતાના સરનામા પર થોડા ખર્ચામાં પણ મંગાવી શકો છો. આ સિવાય પણ હવે આ યાત્રા દરમિયાન મોંઘો સમાન લઈ જતા તમે સામાનનો વીમો પણ કરાવી શકો છો. હાલમાં આ બંને સુવિધા આપવા માટે રેલવે અધિકારી ઘણી મહેનત કરી રહ્યા છે.

You might also like