હવે આપની કાર ક્યારેય નહીં થાય જૂની, બસ અપનાવો આ રીત…

જ્યારે પણ આપણે કોઇ નવી કારની ખરીદી કરીએ છીએ ત્યારે આપણે એવું ઇચ્છતા હોઇએ છીએ કે આપણી કાર વર્ષો વર્ષ સુધી ચમકતી રહે તેમજ ચલાવવામાં પણ ફર્સ્ટ ક્લાસ રહે. કાર પર ના કોઇ આંચ આવે કે ના કોઇ ગોબો પડે. પરંતુ એવું તો આપણે દરેક લોકો જાણતા હોઇએ છીએ કે આ એટલું સરળ નથી.

ઘણાં બધાં લોકો એ વાત પર ધ્યાન નથી આપતા કે જેનાં કારણે કાર જંગની ઝપેટમાં આવી જાય છે, જેનાંથી આપની કાર જૂની થવા લાગતી હોય છે. પરંતુ કેટલાંક સરળ નુસખાઓ અપનાવીને પોતાની કારને જંગ લાગવાથી બચાવી શકો છો. આનાંથી આપની કાર બિલકુલ સેફ રહેશે.

કોઇ પણ કારને રેગ્યુલર રીતે સાફ કરવી એ તેનું ધ્યાન રાખવામાં સૌ પ્રથમ પગલું હશે. એટલાં માટે મહિનામાં એક વાર કારની વોશિંગ જરૂરથી કરાવી લો અને યાદ રાખો કે વોશિંગ બાદ કારનાં દરેક ખૂણાઓ બરાબર સાફ થયાં છે કે નહીં જેથી ક્યાંય પણ પાણી રહી ના જાય. અત્યારે વરસાદી માહોલ છે અને પાણી-કાદવ કારમાં લાગવો એવામાં કારની સફાઇ તો સૌથી વધુ જરૂરી છે.

આમ તો સામાન્ય રીતે કારનાં દરેક ભાગની સફાઇ ખાસ જરૂરી છે પરંતુ કારની અંદરથી પણ સફાઇ જરૂરી છે. જેથી ધૂળ, ગંદકી અને ડસ્ટ જમા ના થઇ જાય કેમ કે આ જ ગંદકી સૌથી વધુ કારને નુકસાન પહોંચાડતી હોય છે. જો કારમાં અહીં સફાઇ બરાબર કરવામાં આવે તો જંગને રોકવામાં વધારે મદદ મળે છે.

કારનાં કોઇ પણ ભાગમાં જો પાણી જમા થઇ જાય તો આ એક જંગનું રૂપ લઇ લે છે એટલે કે આવામાં કારને ધોયાં બાદ તેને બરાબર સાફ કરવી જરૂરી છે. જેથી કારનાં કોઇ પણ ભાગમાં પાણી જમા ના રહે કેમ કે કારમાં રહેલું ક્યાંય પણ પાણી એ ક્યારેક કારને વધુ નુકસાન પહોંચાડે છે.

જો આપ દરિયાની આસપાસનાં વિસ્તારોમાં રહો છો અથવા તો ક્યાંય ફરવા જઇ રહ્યાં છો અથવા તો આપ શરદીઓમાં ડ્રાઇવ કરી રહ્યાં છો તો તેવી જગ્યાએ વધુ માત્રમાં મીઠું હોય છે જેથી ત્યાં કારને નુકસાન થવાની સંભાવના વધુ છે. એવામાં કારને પાણીનાં પ્રેશરથી જ સાફ કરવી જરૂરી થઇ પડે છે.

You might also like