ટ્રકની ટક્કરથી કાર ફંગોળાઈઃ બે યુવકનાં મોત

અમદાવાદ: શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં ફરજ બજાવતા બે મિત્રો આજે વહેલી સવારે કાર લઇ બગદાણા ખાતે બાપા સીતારામનાં દર્શન કરવા જઇ રહ્યા હતા ત્યારે કોઠ ગામ નજીક આવેલ ગુંદી ફાટક પાસે અજાણ્યા ટ્રકચાલકે કારને ટક્કર મારતાં કાર પલટી ગઇ હતી અને બંને યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં.

બનાવની જાણ કોઠ પોલીસને થતાં પોલીસ તાત્કા‌િલક ઘટનાસ્થળે દોડી ગઇ હતી. કોઠ પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.  આ અંગેની વિગત એવી છે કે ઓઢવના આદિત્યનગરમાં રહેતા પ્રકાશ મકવાણા અને દુર્ગેશ પાઠક નામના બંને મિત્રો ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે.

આજે વહેલી સવારે બંને મિત્રો કાર લઇ બગદાણા ખાતે દર્શન કરવા નીકળ્યા હતા. કોઠ નજીક આવેલ ગુંદી ફાટક નજીક પહોંચ્યા ત્યારે એક અજાણી ટ્રક પુરપાટ ઝડપે આવી કારને ટક્કર મારી હતી. કારને ટક્કર વાગતાં જ કાર પલટી ખાઇ જતાં ગંભીર ઇજા થવાથી બંને મિત્રોના સ્થળ પર જ કરુણ મોત થયાં હતાં. આ અંગે કોઠ પોલીસને જાણ કરાતાં પોલીસ તાત્કા‌િલક ઘટનાસ્થળે દોડી ગઇ હતી. હાલમાં પોલીસે આજાણ્યા ટ્રકચાલક સામે ગુનો નોંધી ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like