કાર ટ્રક સાથે અથડાઈ સળગી ઊઠીઃ વેપારી ભડથુંઃ બે વ્યક્તિઓ ગંભીર

અમદાવાદ: હિંમતનગર-અંબાજી હાઈ‍વે પર હડાદ ગામ નજીક મોડી રાતે કાર અને ટ્રક વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયા બાદ કાર એકાએક સળગી ઊઠતાં બિહામણા દૃશ્યો સર્જાયા હતા. કાર અાગની લપેટમાં અાવી જતાં કારમાં બેઠેલ એક વેપારી ભડથું થઈ ગયા હતા જ્યારે બે જણા ગંભીરપણે દાઝી જતાં તાત્કા‌િલક ખસેડવામાં અાવ્યા છે.

અા અંગેની વિગત એવી છે કે હિંમતનગરમાં માર્બલનો વ્યવસાય કરતા સુનીલભાઈ સોમપુરા રાજસ્થાનથી પરત અાવતા હતા ત્યારે તેમની કાર અંબાજી-િહંમતનગર હાઈવે પર હડાદ ગામ પાસેથી મોડી રાતે પસાર થઈ રહી હતી ત્યારે સામેથી અાવેલ એક ટ્રક સાથે તેમની ઈકો સ્પોર્ટ્સ કાર અથડાતાં અા ગમખ્વાર ઘટના બની હતી. કાર ટ્રક સાથે અથડાઈ એકાએક સળગી ઊઠતાં કારમાં બેઠેલ સુનીલભાઈ ભડથું થઈ ગયા હતા જ્યારે બે જણા ગંભીરપણે દાઝી ગયા હતા.

સાવરકુંડલા રોડ પર વંડા નજીકથી ગારિયાધાર તરફ જઈ રહેલ એક લકઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ ઝાડ સાથે અથડાઈ પલટી ખાઈ જતાં બસમાં બેઠેલ મુસાફરોએ ભયના કારણે ચીસાચીચ કરી મૂકી હતી. અા ઘટનામાં ૨૩ મુસાફરોને ઈજાઓ પહોંચતાં તમામને સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા. અા ઘટનાને પગલે રોડ પરનો ટ્રાફિક જામ થઈ ગયો હતો.

દરમિયાનમાં જામનગર-રાજકોટ રોડ પર સરધાર નજીક ટ્રક અને કાર વચ્ચે જોરદાર ધડાકા સાથે અકસ્માત સર્જાતાં કારમાં બેઠેલ વિવેક દંતાણી અને તેની બહેનનું મોત થયું હોવાનું જાણવા મળે છે. પોલીસે અા અંગે અકસ્માતે મોતના ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

You might also like