કાર ચોરતી ગેંગમાં સેન્ટ્રો કાર લોકપ્રિય

કાર ચોરી કરતી ગેંગે અમદાવાદ પોલીસને હેરાન-પરેશાન કરી મૂકી છે. અમદાવાદમાં છેલ્લા છ મહિનામાં ૧૨ જેટલી સેન્ટ્રો કારની ચોરી થઇ. પોલીસને શક છે કે ચોરી કરતી ગેંગ કારની ચોરી કરીને મુંબઇના ડીલરોને વેચી દે છે, જેથી આ કારનો ઉપયોગ ટેક્સી તરીકે કરી શકાય.

જેવી રીતે ગુજરાતમાં રિક્શાનું ચલણ છે એવી રીતે મુંબઇમાં ટેક્સીનો ઉપયોગ થાય છે અને ટેક્સી માટે હોટ ફેવરિટ મોડેલ છે સેન્ટ્રો કાર. હવે જ્યારે સેન્ટ્રો કારનું ઉત્પાદન બંધ થઇ ચૂક્યું છે ત્યારે ડીલરો જૂની સેન્ટ્રો કાર ખરીદી, તેને મહારાષ્ટ્રની ડમી આરસી સાથે વેચી રહ્યા છે.

અત્યાર સુધી જેટલી સેન્ટ્રો કાર ચોરી થઇ છે એ દરેક કાર વર્ષ ૨૦૦૫થી ૨૦૦૮ની વચ્ચે માર્કેટમાં આવી છે. ચોરો એ વાતની તકેદારી રાખે છે કે ચોરી કરવાની હોય એ કારની હાલત સારી હોય. હાલમાં તો ચોર સેન્ટ્રો ચોરીને ભાગી રહ્યા છે અને પોલીસ ચોરને પકડવા માટે ભાગી રહી છે પણ હજુ સુધી પોલીસને સફળતા મળી નથી.
http://sambhaavnews.com/

You might also like