કારચાલકની નજર ચૂકવી ત્રણ ગઠિયા બેગ તફડાવી ફરાર

અમદાવાદ: સીજી રોડ પર બીએસએનએલની ઓફિસ નજીક કારચાલકની નજર ચૂકવી ત્રણ ગઠિયા રૂ. પોણા લાખની મતા સાથેની બેગ તફડાવી ફરાર થઈ જતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.  જોધપુર વિસ્તારમાં પ્રેરણાતીર્થ દેરાસર નજીક રહેતા સુધીરભાઈ શર્મા સાંજના છ વાગ્યાના સુમારે પોતાની કાર ચલાવી સીજી રોડ પર બીએસએનએલ ઓફિસની ગલીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળના ભાગેથી બાઈક પર અાવેલા ત્રણ ગઠિયાએ તેમની નજીક અાવી ગાડી જોઈને ચલાવો તેવું કહી તેમને વાતોમાં પરોવ્યા હતા. દરમિયાનમાં એક ગઠિયાએ સુધીરભાઈની નજર ચૂકવી કારના દરવાજામાંથી સિફતપૂર્વક રૂ. પોણા લાખની મતા સાથેની બેગ તફડાવી લીધી હતી અને ગઠિયાઓ બાઈક પર પુરઝડપે ફરાર થઈ ગયા હતા. પોલીસે અા અંગે અાગળની કાર્યવાહી શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like