શહેરમાં તસ્કરોનો કહેર યથાવત્, કારનો કાચ તોડી પ૦ હજારની ચોરી

અમદાવાદ: કાંકરિયા વિસ્તારમાં રહેતા અને મુખવાસનો વેપાર કરતા યુવકની ઓફિસની બહાર જ રોડ પર પાર્ક કરેલી કારનો કાચ તોડી તસ્કર રોકડા રૂપિયા પ૦ હજારની મતા ચોરી કરી ફરાર થઇ ગયો હતો.

પુષ્પકુંજ વિસ્તારમાં આવેલા સ્નેહસરિતા એપાર્ટમેન્ટમાં રહેતા અને ઈસનપુર મોની હોટેલ સામે આવેલા શિવદીપ એસ્ટેટમાં મુખવાસનો વેપાર કરતા જીતેન્દ્ર બર‌િડયાઅે ઓફિસની બહાર જ રોડ પર કાર પાર્ક કરી હતી. અડધા કલાક પછી તેઓ ઓફિસ બહાર નીકળ્યા ત્યારે તેમની કારનો કાચ તૂટેલો જોયો હતો.

કારમાં મૂકેલો થેલો, જેમાં રોકડા રૂપિયા પ૦ હજાર અને ઈન્ક્મટેક્સ અને એકાઉન્ટના કાગળો ચોરી થઈ હતી.આ અંગે જીતેન્દ્રએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like