હવે કારનો પણ ત્રણ વર્ષનો ઈન્સ્યોરન્સ લઈ શકાશે

મુંબઈ: દ્વિચક્રી વાહનોની જેમ હવે કારનો પણ ત્રણ વર્ષનો ઇન્સ્યોરન્સ લઇ શકાશે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ અંગેની તૈયારીઓ પણ કરી લીધી છે.

આમ, કારધારકોને ટૂંક સમયમાં દર વર્ષે ઇન્સ્યોરન્સ કરાવવો પડતો હતો તેની મુશ્કેલીમાંથી મુક્તિ મળશે એટલે કે કારધારક પોતાની કારનો એકસાથે સળંગ ત્રણ વર્ષનો ઇન્સ્યોરન્સ લઇ શકશે, એટલું જ નહીં કારધારકે સળંગ ત્રણ વર્ષનો ઇન્સ્યોરન્સ ઊતરાવ્યો હશે તો દર વર્ષે ઇન્સ્યોરન્સમાં પ્રીમિયમમાં વધારો થાય તો તેનું આર્થિક ભારણ ભોગવવું નહીં પડે.

ઇરડાએ ઇન્સ્યોરન્સ કંપનીઓને વર્ષ ૨૦૧૪માં દ્વિચક્રી વાહનો માટે એકસાથે ત્રણ વર્ષની ઇન્સ્યોરન્સ પોલિસી લેવાની મંજૂરી આપી હતી અને ઇરડાએ આપેલી મંજૂરીના પગલે ઇન્સ્યોરન્સ કંપનીઓને તેનો સારો પ્રતિસાદ મળ્યો હતો, જેના પગલે કાર પર પણ આ ઇન્સ્યોરન્સ સિસ્ટમ લાવવાની કવાયત હાથ ધરી છે.

You might also like