અફઘાનિસ્તાન: પરવાન પ્રાંતમાં આત્મઘાતી હુમલો, 6નાં મોત

સૈયાગર્દ: અફઘાનિસ્તાનના પરવાના પ્રાંતમાં મંગળવારે એક આત્મઘાતી હુમલો થયો હતો જેમાં વિસ્ફોટના લીધે ભારે નુકસાનનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બચાવદળ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

અફઘાનિસ્તાનના પરવાન પ્રાંતના સૈયાગર્દ જિલ્લામાં મંગળવારે સવારે એક મોટા બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું. ગર્વનરના અનુસાર આ બ્લાસ્ટનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. તેમના જણાવ્યા અનુસાર આ એક આત્મઘાતી હુમલો હતો. જેના લીધે ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગર્વનરે જણાવ્યું કે આ હુમલો જિલ્લાની એક હાઇસ્કૂલ પાસે થયો હતો. જ્યાં આત્મઘાતીએ કારમાં બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. ગર્વનરે આ બ્લાસ્ટમાં અત્યાર સુધી 6 લોકોના મોત નિપજ્યાં હોવાની પુષ્ટિ કરી છે, જ્યારે ઘણા લોકોને ઇજા પહોંચી હોવાના સમાચાર છે.

બ્લાસ્ટ બાદ સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. ઘટનાસ્થળ પર રાહતકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ બ્લાસ્ટમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. હજુ સુધી કોઇ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વિકારી નથી.

You might also like