વધુ એક છબરડો: કાર ચાલકને હેલ્મેટનો મેમો આપી દેવાયો

અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી ઇ-મેમોમાં છબરડા સામે આવી રહ્યા છે. અગાઉ કારચાલકને હેલ્મેટના દંડનો મેમો આપવામાં આવ્યાે હોવાની અસંખ્ય ફરિયાદો સામે આવી હતી ત્યારે વધુ એક કાર ચાલકને હેલ્મેટના દંડનો મેમો આપવામાં આવ્યો છે.

ટ્રાફિક પોલીસની કમ્પ્યૂટરાઈઝડ સિસ્ટમ ઓપરેટ કરતા લોકોને એટલી પણ ખબર પડતી નથી કે, કાર ચલાવતા માણસે હેલ્મેટ પહેરવાની હોતી નથી. છતાં પણ કાર ચાલકને હેલ્મેટના દંડનો મેમો આપવામાં આવી રહ્યો છે. વસ્ત્રાપુર સૂર્યવંશી ટાવરમાં રહેતા વિશાલ મનોહરલાલ ડહામ પોતાની સ્વીફટ કાર લઇને થલતેજથી તારીખ 24-4-2017ના રોજ પસાર થઇ રહ્યા હતા તે સમયનો ઇ-મેમો તેમના ઘરે આવ્યો હતો. ઇ-મેમો આવવાનું કારણ હેલ્મેટ નહીં પહેરી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
http://sambhaavnews.com/

You might also like