ઇસ્કોન બ્રિજ પાસે કાર ફંગોળાઈ બિલ્ડરનું મોતઃ મિત્રને ગંભીર ઈજા

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ: સરખેજ-ગાંધીનગર હાઇવે બેફામ સ્પીડથી ચાલતાં વાહનો દ્વારા સર્જાતા અકસ્માતના કારણે દિવસે ને દિવસે ખતરનાક બની રહ્યો છે, તેમાં પણ એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન‌િબ્રજથી સોલા‌િબ્રજ સુધી તો દરે એકાદ-બે દિવસે અકસ્માતોની હારમાળા સર્જાય છે. ગઇ કાલે મોડી રાતે ઇસ્કોનબ્રિજના છેડા પર એક ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બિલ્ડરનું કરુણ મોત થયું છે જ્યારે તેમના મિત્ર અને નિવૃત્ત ડીવાયએસપીના પુત્રનો હાથ કપાઇ ગયો છે અને પાંચ કરતાં વધુ લોકોને નાની-મોટી ઇજા પહોંચી છે. રાજકોટથી પુરઝડપે કાર લઇને આવી રહેલા બિલ્ડરે ‌િસ્ટય‌િરંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી અને હવામાં ફંગોળાઇને સામેના ટ્રેક પર પસાર થતી તવેરા તવેરા કાર સાથે ટકરાઈ હતી.

પોલીસ પાસેથી મળેલી વિગત અનુસાર રાજકોટથી ‌િબલ્ડર વિપુલ પટેલ (રહે. આસ્થા બંગલો, સોલા) અને તેમનાે મિત્ર અને નિવૃત્ત ડીવાયએસપી આર. આર. બ્રહ્મભટ્ટનાે પુત્ર પ્રતીક બ્રહ્મભટ્ટ (કાલિંદી બંગલો, ગુલાબ ટાવર) વર્ના કાર લઇ અમદાવાદ આવતા હતા. વિપુલ પટેલની કારની સ્પીડ એટલી વધારે હતી કે તેમણે ‌િસ્ટય‌િરંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. વિપુલ પટેલ કાર લઇ ઇસ્કોન‌િબ્રજ ઊતરી રહ્યા હતા ત્યારે કોઇ વ્ય‌િક્ત રોડ ક્રોસ કરી રહી હોવાનો આભાસ તેમને થયો હતો. રોડક્રોસ કરતી વ્યક્તિને બચાવવા માટે વિપુલ પટેલ કારને ટર્ન મારવા ગયા હતા, જોકે તેમણે ‌િસ્ટય‌િરંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર ‌િડવાઇડર સાથે અથડાઇ હતી. ‌િડવાઇડર સાથે અથડાતાંની સાથે કાર હવામાં ફંગોળાઇને સામેના રોડ પરથી પસાર થતી તવેરા પર પડી હતી.

અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટના જોઇને રાહદારીઓ દોડી આવ્યા હતા અને ટ્રાફિક જામ થઇ ગયો હતો. બે કાર વચ્ચે થયેલા અકસ્માતમાં વિપુલ પટેલનું ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે પ્રતીક બ્રહ્મભટ્ટનો હાથ કપાઇ જતાં ગંભીર ઇજા પહોંચી હતી તો બીજી તરફ તવેરા કારના ડ્રાઇવરને પણ ગંભીર ઇજા પહોંચી હતી, જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તવેરા કારમાં એક જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ જતા હતા, તેમને પણ નાની-મોટી ઇજા પહોંચી હતી. વર્ના કાર તવેરા પર પડ્યા બાદ જમીન પર પટકાઇ હતી.

મોડી રાતે થયેલા આ વિચિત્ર અકસ્માતની જાણ પોલીસ તેમજ ટ્રાફિક પોલીસને થતાંં તેઓ તાત્કા‌િલક ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં.  અકસ્માતના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી, જેને ‌િક્લયર કરવા માટે પોલીસ કાફલો તેમજ સ્થાનિકો દોડી આવ્યા હતા. પોલીસે વિપુલ પટેલની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે જ્યારે ઇજાગ્રસ્ત પ્રતીક અને તવેરા કારના ડ્રાઇવરને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર વિપુલ પટેલની કારની સ્પીડ અંદા‌િજત ૧૦૦ કરતાં વધુ હતી, જેથી તેમણે રોડ ક્રોસ કરનાર વ્યક્તિને બચાવવા માટે કારનો ટર્ન લીધો તો સીધી ‌િડવાઇડર સાથે અથડાઇ હતી. પોલીસ આ અકસ્માતમાં એફએસએલ દ્વારા તપાસ કરાવવાની છે જ્યારે સ્પીડ બ્રેકરથી કારની સ્પીડ કેટલી હતી તેની પણ તપાસ કરવાની છે.

ઉલ્લેખનીય છે કે એસજી હાઇવે પર ૧૦૦થી વધુ ટ્રાફિક પોલીસના જવાન મૂકવામાં આવ્યા છે, છતાં પોલીસ બેફામ ગતિએ દોડતાં વાહન પર કોઇ પણ પ્રકારનો અંકુશ મૂકી શકી નથી. શહેર પોલીસ દ્વારા સ્પીડ ગનનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તેનો પણ ઉપયોગ બંધ થઇ ગયો છે ત્યારે સરખેજ-ગાંધીનગર હાઇવે પર વાહનોની સ્પીડ પણ નક્કી કરવામાં આવી છે, જેનું કોઇ અમલીકરણ કરવામાં આવતું નથી. ઈસ્કોન સર્કલ, થલતેજ અંડરપાસ અને પક્વાન ચાર રસ્તા પાસે કારચાલકો માટે ૭૦ની સ્પીડની મર્યાદા રાખવામાં આવી છે તેમ છતાંય લોકો બેફામ રીતે વાહનો હંકારે છે, જેના કારણે અકસ્માતની સંખ્યા વધી રહી છે.

શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને નિવારવા ટ્રાફિકના નિયમોના પાલન સંદર્ભે શહેર પોલીસ માટે સેપ્ટ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે, જેના પ્રથમ સર્વેમાં એવી ચોંકાવનારી બાબત બહાર આવી છે કે શહેરના કુલ ક્ષેત્રફળમાં ૫૦૦૦ કિ.મી. રોડની દૃષ્ટિએ રાહદારીઓના ચાલવા માટે ફૂટપાથની સંખ્યા માત્ર ૧૬ ટકા જ છે. ૨૦૧૮માં માર્ગ અકસ્માતોમાં ૪૨ ટકા રાહદારીઓનો સમાવેશ
થાય છે.

You might also like