કાબુલમાં ભારતીય રાજદુતાવાસ પર હૂમલાનું કાવત્રુ નિષ્ફળ

કાબુલ : હેરતમાં શુક્રવારે બપોરે વિસ્ફોટક ભરેલી એક કાર મળી આવી હતી. એક શંકાસ્પદ વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, લગભગ છ દિવસ અગાઉ અફધાનિસ્તામાં ઇન્ડિય કોન્સ્યુલેટ ઓફીસ નજીક હૂમલો થયો હતો. મજાર એ શરીફમાં ઇન્ડિયન કોન્સ્યુલેટ પર આતંકવાદી હૂમલો થયો હતો. ઇન્ડિયન એમ્બેસેડર અમર સિન્હાનાં અનુસાર હૂમલાની તપાસ કરવામાં આવી રહી છે.

6 દિવસ અગાઉ કરાયેલા આતંકવાદી હૂમલાનો ઉદ્દેશ્ય અફઝલ ગુરૂનાં મોતનો બદલો લેવાનો હતો. ચાર આતંકવાદીઓએ મરતા પહેલા પોતાનાં લોહીથી કોન્સ્યુલેટ ઓફીસ પર નારા લખ્યા હતા. જે પૈકી એકમાં લખવામાં આવ્યું હતું કે અફઝલ ગુરૂનો બદલો (ઇન્તકામે અફઝલગુરૂ). બીજા નારામાં લખવામાં આવ્યું છે કે એક શહીદ અને હજારો ફિદાઇન. રવિવારે રાત્રે આથંકવાદીઓએ ઇન્ડિયન કોન્સ્યુલેટ પર હૂમલો કર્યો હતો. 25 કલાક ચાલેલા એન્કાઉન્ડર બાદ તમામ ચાર આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા હતા.

You might also like