ભાવનગરના વરતેજ નજીકથી ૨૦ લાખની જૂની નોટો કારચાલક ઝડપાયો

અમદાવાદ: ૫૦૦ અને ૧૦૦૦ની નોટો કેન્દ્ર સરકારે ચલણમાંથી રદ કર્યા બાદ કાળાં નાણાંની દેશભરમાં હેરાફેરી શરૂ થઈ છે. ૧૦, ૨૦ અને ૩૦ ટકાએ બ્લેક મનીને વ્હાઈટમાં તબદીલ કરતી ટોળકીઓ સ‌િક્રય બની છે. ૧૫ ડિસેમ્બરે ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બેન્કોમાં પણ સ્વીકારવાનું બંધ થનાર હોવાથી કાળાં નાણાંની હેરફેર કરનારાઓ હવે બેફામ બન્યા છે. સૌરાષ્ટ્રમાં અગાઉ બે વખત જૂની નોટો પકાડાયા બાદ ગઈ મોડી રાતે રાજકોટ-ભાવનગર રોડ પર વરતેજ નજીકથી પોલીસે રૂ. ૨૦ લાખની એક હજારની જૂની નોટો સાથે એક શખસને કાર સાથે ઝડપી લઈ અાગળની સઘન તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે સૌરાષ્ટ્રના જુદા જુદા હાઈવે પરથી રદ થયેલી નોટોની મોટાપાયે હેરાફેરી થતી હોવાની ચોક્કસ બાતમીના અાધારે જામનગર, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર રોડ પર પોલીસે છેલ્લા ચાર દિવસથી નાકાબંધી કરી સઘન વાહનચેકિંગ શરૂ કર્યું છે.

દરમિયાનમાં ગઈ રાતે રાજકોટ-ભાવનગર રોડ પર વરતેજ નજીક પોલીસ નાકાબંધી કરી વાહનચેકિંગ કરી રહી હતી ત્યારે એક કાર પુરઝડપે પસાર થતાં પોલીસે તેનો પીછો કરી કારને અાંતરી હતી. કારચાલકની પૂછપરછ કરતાં તે દારૂ પીધેલી હાલતમાં હોય પોલીસને કોઈ સંતોષકારક જવાબ અાપી શકતો ન હતો પોલીસે પા‌િલતાણાના રહીશ બનુસિંહ નિકુલસિંહ પરમાર નામના શખસને કારમાંથી નીચે ઉતારી કારની ઝડતી લેતાં ડેકીમાંથી રૂ. ૧૦૦૦ની ૨૦ લાખની નોટો ભરેલા બે થેલા મળી અાવ્યા હતા. અા શખસ નોટો ક્યાંથી લઈ ક્યાં અાપવા જઈ રહ્યો છે તે બાબતનો હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી, કારણ કે રાત્રે પકડાયેલો શખસ નશામાં ચૂર હોય પોલીસ પૂછપરછ કરી શકી નથી.
http://sambhaavnews.com/

You might also like