કાર ચાલકે લાકડાના સાંકડા પુલ પરથી કાર ચલાવવાનું સાહસ કર્યું

લાકડાના સાંકડા અને તકલાદી પુલ પરથી કોઈ માણસને ચાલીને જતો હોય તો તેને ડર લાગ્યા કરે કે હમણાં પુલ પડી જશે અથવા પોતે પડી જશે, પરંતુ જો કોઈ વ્યક્તિ આવા પુલ પરથી કાર ચલાવીને જવાનું સાહસ કરે તો તે વ્યક્તિ અતિસાહસિક ગણાય. બ્રાઝિલમાં એક કાર ચાલકે આવો જ અખતરો કર્યો. આ ભાઈએ માત્ર કાર નહીં. કારના માથે લાકડાના બે તરાપા બે મુક્યા અને પાછળ એક બોટ પણ બાંધી તેણે આ સ્ટંટ કેવી રીતે પાર પાડ્યો તેનો વીડિયો અને તસવીરો પણ રિલીઝ કરી.

શરૂઆતમાં ડ્રાઈવરે કાર પૂલ પર સીધી રહે તે માટે એડ્જસ્ટમેન્ટ કર્યું. બામ્બુના સહારે ટકી રહેલા પુલ પરથી કાર પસાર થઈ રહી હતી ત્યારે એવું લાગતું હતું કે કે પુલ હમણાં તૂટી પડશે. કાર અને કાર ચાલક નીચે પડી જશે, પરંતુ એવું કંઈક  જ ન થયું અને સ્ટંટના અંતે પુલ તેમજ કાર બંને સહી-સલામત હતાં.

You might also like