સંસદના ગેટ પર બે‌રિકેડ સાથે કાર ટકરાતાં હડકંપ મચ્યો

નવી દિલ્હી: દિલ્હીમાં સંસદ ભવનની બહાર એક પ્રાઇવેટ ટેક્સી સંસદના દરવાજા પાસે રાખવામાં આવેલ બે‌િરકેડ સાથે ટકરાઇ જતાં હડકંપ મચી ગયો હતો. આ ઘટનાના તુરંત બાદ સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં આવી ગઇ હતી અને ફટાફટ એલર્ટ જારી કરી દીધું હતું.

સુરક્ષા એજન્સીઓમાં જાણે કોઇ આતંકી હુમલો થયો હોય તેેવી દહેશત વ્યાપી ગઇ હતી. આ ઘટના એવા સમયે સર્જાઇ હતી જ્યારે સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાની તૈયારીમાં હતું. પ્રાઇવેેટ ટેક્સી સંસદના દરવાજે જ બે‌િરકેડ સાથે ટકરાતાં સ્થિતિ તંગ બની ગઇ હતી.

આ ઘટનાની જાણ થતાં જ તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઇ હતી. સીઆરપીએફની ‌િક્વક એકશન ટીમે તુરત જ સંસદના ગેટ પર પો‌ઝિશન લઇ લીધી હતી અને પ્રવેશદ્વારને સંપૂર્ણપણે કોર્ડન કરી લીધું હતું. ત્યાર બાદ બેરીકેડ સાથે ટકરાયેલી કારની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તે એક પ્રાઇવેટ ટેકસી હતી, જેનો ઉપયોગ સાંસદો કરે છે. સ્થિતિ સામાન્ય બન્યા બાદ એલર્ટ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે સંસદના શિયાળુ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે અને આજે પણ બંને ગૃહમાં હંગામો થવાના અણસાર છે. લોકસભામાં રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર, સંજય જયસ્વાલ અને નિશિકાંત દુબેએ રાફેલ કેસમાં વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવની નોટિસ આપી છે. જ્યારે રાજ્યસભામાં નિયમ ર૬૭ હેઠળ બેરોજગાર યુવાનો અને નોકરીઓ પર ચર્ચા કરવા માટે નોટિસ આપી છે.

You might also like