કાર ઉપર સેસ વધારવામાં આવે તેવી શક્યતા

નવી દિલ્હી: કાર ઉપર સેસ વધારવામાં આવી શકે છે. કેન્દ્રની કેબિનેટ બેઠકમાં મધ્યમ અને મોટી કાર તથા એસયુવી કાર પર જીએસટી અંતર્ગત સેસ ૧૫ ટકાથી વધારીને ૨૫ ટકા કરવા સંબંધે નોટિફિકેશન-અધ્યાદેશ લાવવા વિચાર કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૫ ઓગસ્ટે જીએસટી કાઉન્સિલની બેઠકમાં મોટી અને લક્ઝુરિયસ કાર પર લાદવામાં આવેલો સેસ ૧૫ ટકાથી વધારીને ૨૫ ટકા કરવાની દરખાસ્તને મંજૂરી અાપી દીધી હતી.

આ નિર્ણય લાગુ કરવા માટે જીએસટી કોમ્પનસેશન એક્ટમાં વધુ સંશોધનની જરૂર હતી, પરંતુ સંસદના ચોમાસું સત્રમાં સરકાર આ માટે જરૂરી સંશોધન બિલ લાવી શકી ન હતી, જેના પગલે સરકાર અધ્યાદેશ લાવવાન તૈયારી કરી ચૂકી છે. જો કેન્દ્રની કેબિનેટની બેઠકમાં અધ્યાદેશને મંજૂરી મળી જાય છે તે લક્ઝુરિયસ ગાડી અને એસયુવી પર લાગતા ટેક્સ ૪૩ ટકાથી વધીને ૫૩ ટકા થઇ જશે, જેમાં ૨૮ ટકા જીએસટી અને ૨૫ ટકા સેસ રહેશે.

You might also like