બગદાદમાં આઇએસનો ફિદાયીની હુમલો, બે વિસ્ફોટમાં 75નાં મોત

બગદાદ : ઇરાકની રાજધાની બગદાદના સૌથી ભીડવાળા કારોબારી વિસ્તારમાં શનિવારે રાત્રે બે કાર (ગાડી)માં બોમ્બ વિસ્ફોટથી 75 લોકોના મોત થયા છે. આ બોમ્બ વિસ્ફોટમાં 45થી વધુ લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એન્જસી સિન્હુઆના જણાવ્યા અનુસાર બે બોમ્બ વિસ્ફોટમાં પહેલો આત્મઘાતી હુમલો બગદાદના દક્ષિણી મધ્યના કર્રાડા-દાખિલ વિસ્તારમાં રસ્તા પર પોતાની કારને બોમ્બથી ઉડાવી દઇને કર્યો હતો. કારમાં સવાર લોકો સહિત 11 લોકોના મોત થયા હતા જ્યારે અન્ય 22 લોકો ઘાયલ થયા હતા.

મળતા અહેવાલ મુજબ આત્મઘાતી હુમલામાં ઘણી દુકાન અને કારને નુકસાન પહોંચ્યું છે. બીજો આત્મઘાતી હુમલો રાજધાનીમાં મોડી રાત્રે અલ શાબ શહેરના પ્રસિધ્ધ શલલાલ બજારમાં વિસ્ફોટ સામગ્રીથી ભરેલી કારને આગ લાગવાથી થયો હતો. જેમાં ઘટનાસ્થળ પર એકનું મોત થયું હતું અને પાંચ લોકો ઘાયલ થયા હતા. રમઝાન મહિનાના કારણે લોકોની ભારે ભીડ હોવાના કારણે મૃતઆંકની સંખ્યામાં વધારો થયો હતો.

બગદાદમાં થયેલા બે આત્મઘાતી હુમલામાં નજીકની બિલ્ડીંગ તેમજ દુકાનોને ઘણું નુકસાન થયું હતું. આતંકવાદી સંગઠન આઇએસએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. જૂન 2014માં ઇરાકના ઉત્તરી અને પશ્ચિમી વિસ્તારમાં ઇસ્લામિક સ્ટેટની પકડ મજબૂત બન્યા બાદ હિંસામાં સતત વધારો થઇ રહ્યો છે. ઇરાકી સેનાએ ગત મહિને આઇએસને તેના ગઢ ફલુજા શહેરમાંથી ખસેડયા બાદ હુમલા વધી ગયા છે.

You might also like