ભાવનગરમાં CNG પંપ ખાતે કારમાં બ્લાસ્ટ, 2 લોકો ઇજાગ્રસ્ત

ભાવનગરઃ CNG પંપ ખાતે કારમાં ગેસ ભરાવતી વખતે અચાનક બ્લાસ્ટ થવાની એક ઘટના સામે આવી છે. જેમાં કારમાં ગેસ ભરાવતી વખતે અચાનક જ બ્લાસ્ટ થયો હતો. તળાજા જકાતનાકા પાસેનાં ઈન્ડિયન ઓઈલનાં CNG પંપ પર કારમાં બ્લાસ્ટ થતાં કાર બળીને ખાક થઈ ગઈ હતી.

જો કે આ ઘટનાને પગલે 2 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. જો કે સદનસીબે જાનહાનિ ટળી ગઇ હતી. જો કે કારમાં બ્લાસ્ટ થવાનું કારણ જાણવા મળ્યું ન હતું. આ ઘટનાની જાણ થતાં જ CNG પંપનો તમામ સ્ટાફ અહીં એકઠો થઇ ગયો હતો. તેમજ આ ઘટનાની જાનહાની થતાં તેને રોકવાનો સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો જેથી કાર બ્લાસ્ટ થતાં જ બળીને ખાખ થઇ ગઇ હતી પરંતુ વધારે કોઇ પણ પ્રકારની જાનહાનિ થઇ નહીં.

ભાવનગરમાં CNG પંપ પર કારમાં બ્લાસ્ટ
ઇન્ડિયન ઓઇલનાં CNG પંપ ખાતે કારમાં બ્લાસ્ટ
CNG ગેસ ભરાવતી વખતે કારમાં થયો બ્લાસ્ટ
બ્લાસ્ટ થતાં કાર બળીને સંપૂર્ણ ખાખ
ઘટનાને પગલે 2 લોકોને સામાન્ય ઇજા

You might also like