પુરઝડપે જતી કારે બાઈકને ટક્કર મારતા દંપતીનું મોતઃ બાળકનો બચાવ

અમદાવાદ: મહેમદાબાદ નજીક જિભઈપુરા પાસે જતા રસ્તા પરથી પુરઝડપે પસાર થઈ રહેલી કારે એક બાઈકને અડફેટે લઈ ટક્કર મારતા બાઈકસવાર દંપતીનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે દોઢ વર્ષના બાળકનો અદ્ભુત બચાવ થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર અા અંગેની વિગત એવી છે કે મહેમદાબાદ પાસે અાવેલા વરસોલા ગામના રહીશ કલ્પેશભાઈ ખોડાભાઈ ચૌહાણ (ઉં.વ.૨૫) તેમના પત્ની સંગીતાબહેન અને દોઢ વર્ષનો પુત્ર સાથે બાઈક પર તેમના કોઈ સગાને મળવા માટે કાછઈપુરા ગામે જવા માટે નીકળ્યા હતા. અા દંપતી સાંજના સુમારે મહેમદાબાદ જિભઈપુરા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેતી પુરઝડપે અાવેલી કારે બાઈકને અડફેટે લઈ જોરદાર ટક્કર મારતા બાઈકસવાર દંપતી અને બાળક રોડ પર ફંગોળાયા હતા.

અા અકસ્માતમાં કલ્પેશભાઈ અને તેમના પત્ની સંગીતાબહેનનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયું હત્યું જ્યારે દોઢ વર્ષના બાળકનો અદ્ભુત બચાવ થયો હતો. બનાવની જાણ થતાં મહેમદાબાદ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ બંને લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી અાપી અા અંગે ગુનો દાખલ કરી નાસી છૂટેલા કારચાલકની સઘન શોધખોળ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like