કારે બાઈકને અડફેટે લેતાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિનાં કમકમાટીભર્યાં મોત

અમદાવાદ: હિંમતનગર-વિજાપુર રોડ પર દેરોલ ગામ પાસે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં હતાં.

અા અંગેની વિગત એવી છે કે હિંમતનગર-વિજાપુર હાઈવે પર દેરોલ ગામ પાસે સીતારામ હોટલ નજીક એક બાઈક પર ભીખાભાઈ પરમાર, નટવરભાઈ પરમાર અને રમીલાબહેન વિજાપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી પુરઝડપે અાવી રહેલી કારે બાઈકને જોરદાર ટક્કર મારતાં અા ત્રણેય રોડ પર પટકાતાં માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. અકસ્માત બાદ કારચાલક કાર છોડીને નાસી છૂટ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલીક પહોંચી જઈ ત્રણેય લાશને પીએમ માટે મોકલી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

અા ઉપરાંત સુરેન્દ્રનગર-રાજકોટ હાઈવે પર રતનપરના ઢાળ પાસે ટ્રકે બાઈકસવાર દપંતીને અડફેટે લેતાં બંનેના મોત થયાં હતાં. મૂળી નજીક અાવેલા ટિકર ખાતે રહેતા કશુબા ચૌહાણ તેમના પિયર કેરલા ગયાં હતાં. જ્યાંથી ટિકર રહેવા માટે સુરેન્દ્રનગર અાવ્યા હતા. તેમના પતિ પ્રવીણસિંહ ચૌહાણ તેમને લઈ બાઈક પર સુરેન્દ્રનગરના રતનપરના ઢાળ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રકે બાઈકને અડફેટે લેતાં અા ઘટના બની હતી. પોલીસે અા અંગે ગુનો દાખલ કર્યો છે.
http://sambhaavnews.com/

You might also like