કાર અકસ્માતમાં મહિલા અને કોન્સ્ટેબલનાં મોત

અમદાવાદ: અાબુ-પાલનપુર રોડ પર સર્જાયેલા કાર અકસ્માતમાં એક પોલીસ કોન્સ્ટેબલ સહિત બેનાં ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે મોત થયા હતાં.  અા અંગેની વિગત એવી છે કે રાજકોટમાં ગાંધીગ્રામ ખાતે રહેતા પોલીસ કોન્સ્ટેબલ રાહુલ જસુભા ગઢવી પોતાની કાર ચલાવી અાબુ તરફથી અાવી રહ્યા હતા ત્યારે પાલનપુર નજીક અમીરગઢ પાસે કારના સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઈડરના થાંભલા સાથે જોરદાર ધડાકાથી અથડાતાં કારનો ભુક્કો બોલી ગયો હતો.

અા અકસ્માતમાં કોૂન્સ્ટેબલ અને અાજી ડેમ નજીક માન-સરોવર પાર્કમાં રહેતી મધુબહેન અાહિર નામની યુવતીનું મોત થયું હતું. પોલીસે તાત્કાલીક પહોંચી જઈ બંને લાશોને પીએમ માટે મોકલી અાપી હતી. અક્સમાતમાં મૃત્યુ પામેલ કોન્સ્ટેબલ રાહુલ ગઢવી અગાઉ થોરાળા ખાતે ફરજ બજાવતા હતા અને તાજેતરમાં તેમની બદલી દાહોદ ખાતે થઈ હોવાનું જાણવા મળે છે. અા ઘટનાને પગલે પાલનપુર-અાબુ રોડ પરનો ટ્રાફિક ખોરવાઈ ગયો હતો.

You might also like