બેફામ કારે બાઈકને ટક્કર મારતા બે યુવાનોનાં કમકમાટીભર્યાં મોત

અમદાવાદ: નેત્રંગ હાઈવે પર કેલવી કુવા ગામ નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં.  અા અંગેની વિગત એવી છે કે નેત્રંગ તાલુકાના શણકોઈ ગામના રહીશ અતુલ વસાવા અને રણછોડ વસાવા અા બંને યુવાનો બાજુમાં અાવેલા સોડ ગામે બાબરી વિધિમાં હાજરી અાપવા ગયાં હતાં. બપોરે જમડવા પતાવી અા બંને યુવાનો નેત્રંગ તરફ જઈ રહ્યા હતા ત્યારે હાઈવે પર કેલવી કુવા ગામ પાસેથી પુરઝડપે પસાર થઈ રહેલી એક લકઝુરિયસ કારે બાઈકને જોરદાર ટક્કર મારતા બંને યુવાનો રોડ પર દૂર દૂર ફંગોળાયા હતા. ગંભીરપણે ઘવાયેલા અા બંને યુવાનોના સારવાર મળતા પહેલાં જ મોત થયાં હતાં. ઘટના બાદ કારચાલક નાસી છૂટ્યો હોવાનું જાણવા મળે છે.

બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલીક પહોંચી જઈ બંને લાશને પીએમ માટે મોકલી અાપી અા અંગે ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કરી છે. એક જ ગામના બે યુવાનોના એક સાથે મોત થતાં નાના એવા શણકોઈ ગામમાં શોખની લાગણી જન્મી છે.

http://sambhaavnews.com/

You might also like