કેડિલાબ્રિજ પર કાર ખાબકીઃ ચાર વ્યક્તિનો આબાદ બચાવ

અમદાવાદઃ અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલા કેડિલા બ્રિજ  પરથી મોડી રાતે પુરઝડપે પસાર થઇ રહેલી કાર બ્રિજ રેલિંગ તોડીને નીચે પટકાતાં અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં ડ્રાઇવર સહિત 4 વ્યકિતઓનો આબાદ બચાવ થયો છે. જે ડ‌િવઝન પોલીસે આ મુદ્દે તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે ઘોડાસર વિસ્તારમાં આવેલ કેડિલા બ્રિજ પરથી ગઇ કાલે મોડી રાતે એક સ્વિફ્ટ કાર પુરઝડપે પસાર થઇ રહી હતી. કારચાલકે પોતાના સ્ટિયરિંગ ઉપરનો કાબૂ ગુમાવતાં બ્રિજ ઉપરની રેલિંગ તોડી નાખી હતી અને અંદાજિત 20 ફૂટ નીચે પટકાઇ હતી. આ અકસ્માતમાં કારચાલક સહિત 4 વ્યકિતઓનો આબાદ બચાવ થયો છે.
કારમાં બેઠેલા તમામ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ટ્રાફિક જે ડિવિઝનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર જતીન પ્રજાપતિએ જણાવ્યું છે કે મોડી રાતે કાર 20 ફૂટ નીચે પટકાઇ હતી.

You might also like