કાર પુલ પરથી નીચે ખાબકતાં નગરપાલિકાના કોંગી સભ્યનું મોત

અમદાવાદ: જેતપુર પીઠડિયા રોડ પર સર્કલ પાસે અાવેલા પુલ પરથી કાર નીચે ખાબકતાં જેતપુર નગરપાલિકાના કોંગ્રેસી સભ્યનું મોત થતાં અા ઘટનાએ અરેરાટી ફેલાવી છે.  અા અંગેની વિગત એવી છે કે જેતપુર નગરપાલિકાના કોંગ્રેસી સભ્ય પ્રકાશભાઈ ગીડા તેમના સંબંધી ભાયાભાઈ માલદેવભાઈ સાથે પોતાની સ્કોર્પિયો કારમાં પીઠડિયા સર્કલ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર પુલની રેલિંગ તોડી ૨૦ ફૂટ નીચે ખાબકતાં અા દુર્ઘટના બની હતી. જેમાં પ્રકાશભાઈ ગીડાનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ભાયાભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને જેતપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા.

બનાવની જાણ થતાં જેતપુરના કોંગ્રેસી અગ્રણીઓ તેમજ તેમના પરિવારજનો તાત્કાલીક પહોંચી ગયા હતા. સ્કોર્પિયો કારમાં પ્રકાશભાઈ ગીડાનું મૃતદેહ શંકાસ્પદ હાલતમાં પડ્યો હોવાનું જણાતા તેમના પરિવારજનોએ અા ઘટના અકસ્માતની નહીં પણ તેમની હત્યા કરાઈ હોવાનું અાક્ષેપ કર્યો હતો અને સાથે સાથે ડોક્ટરોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવા માગણી કરી હતી. પોલીસે અા અંગે ગુનો દાખલ કરી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like