મથુરાની કેનાલમાં કાર ખાબકી, 9 લોકોનાં મોત

મથુરા ખાતે એક કાર કેનાલમાં ખાબકતાં એક જ પરિવારના નવ લોકોના મોત નિપજ્યાં છે. મથુરા-જાજમપટ્ટી રોડ પર આજરોજ સવારે કાર નહેરમાં ખાબકી હતી. આ કારમાં બરેલીના રહેવાસી દંપતિ સહિત 9 લોકોનાં મોત થયા છે. જેમાં મહેશ શર્મા, તેમની પત્ની દીપિકા શર્મા, પૂનમ શર્મા, હાર્દિક શર્મા, રિતિક શર્મા, રોહન, ખૂશ્બુ, હિમાંશી અને સુરભિનો સમાવેશ થાય છે. જ્યારે આ કારમાં રાજીવ નામનો એક શખ્સ હતો. રાજીવ સિવાય બધા એક જ પરિવારના હોવાનું બતાવામાં આવ્યું છે. આ કાર ભરતપુરથી આવી રહી હતી. આસાપાસના વિસ્તારના ગ્રામજનોએ ઘટનાસ્થળે પહોંચી કારમાંથી મૃતદેહને બહાર નીકાળ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોમાં આક્રોશ છે કે વારંવાર આ નહેરમાં અકસ્માત થવા છતાં તંત્ર તરફથી કોઇ કામગીરી હાથ ધરવામાં આવતી નથી.

http://sambhaavnews.com/

You might also like