કારની અડફેટે અાવી જતાં એન્જિનિયરનું મોતઃ બાઈક અકસ્માતમાં બે યુવાન મોતને ભેટ્યા

અમદાવાદ: સુરતના અાભવા ચોકડી નજીક બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવાન એન્જિનિયરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.  પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે ડિપ્લોમા એન્જિનિયરનું અભ્યાસ પૂર્ણ કરી તાજેતરમાં જ એલએન્ડટી કંપનીમાં એન્જિનિયર તરીકે જોડાયેલા રાહુલ પાટિલ વહેલી સવારે બાઈક પર સુરતના અાભવા ચોકડી નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળના ભાગેથી પૂરઝડપે અાવી રહેલી કારે તેને અડફેટે લઈ જોરદાર ટક્કર મારતા ગંભીર ઈજા થવાન કારણે તેનું સારવાર મળતા પહેલાં જ મોત થયું હતું. રાહુલ તેના માતા-પિતાનું એકનો એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે નાસી છૂટેલા કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

અા ઉપરાંત ભરૂચના ઝઘડિયા પાસે અાવેલા બાગોલી ગામના ચાર યુવાનો બે બાઈક પર ગુમાનદેવ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકચાલકોએ કાબૂ ગુમાવતા બંને બાઈક અથડાતાં અા અકસ્માત સર્જાયો હતો. જેમાં ચારેય યુવાનોને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જે પૈકી નરેશ વસાવા અને પીયુષનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે અન્ય બે હજુ સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે. ઝઘડિયા પોલીસે અા અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

You might also like