જ્યારે….. ભારતીય સુકાની વિરાટ કોહલી ડ્રિંક્સ લઇને પહોંચ્યો મેદાનમાં

ધરમશાળા : ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી શ્રેણીની નિર્ણાયક ચોથી ટેસ્ટમાં ભારતીય સુકાની વિરાટ કોહલી ઇજાના કારણે અંતિમ ઇલેવનમાં નથી. તેના સ્થાના રહાણે ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. કોહલી ભલે ટીમમાં ન હોય પરંતુ મેદાનના ખેલાડીઓનો જુસ્સો વધારવા તેમજ સતત વાતચીત કરતો જોવા મળ્યો હતો. વિરાટ કોહલી ઇજાગ્રસ્ત હોવાથી અંતિમ ઇલેવનમાં સ્થાન નમેળવતાં તે 12મો ખેલાડી બન્યો હતો. જેના કારણે તે મેદાનની અંદર ડ્રિંક્સ લઇને આવ્યો હતો સુકાની રહાણે સાથે વાતચીત પણ કરી હતી. આમ વિરાટ કોહલી અંતિમ ઇલેવનમાં ના હોવા છતાં ટીમને મદદ કરતો જોવા મળ્ય હતો.
http://sambhaavnews.com/

You might also like