ઇમરાન હાશમીની ફિલ્મ ‘કેપ્ટન નવાબ’નું ફર્સ્ટ લુક રિલીઝ

મુંબઇ: બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશમીની અપકમિંગ ફિલ્મ કેપ્ટન નવાબ’નું ફર્સ્ટ લુક પોસ્ટર લોન્ચ કરી દેવામાં આવ્યુ છે. પોસ્ટરમાં ઇમરાન સોલ્જરનાં લુકમાં જોવા મળી રહ્યો છે. ઇમરાન આ ફિલ્મ દ્વારા પ્રોડ્યૂસર તરીકેની પોતાની નવી ઇનિંગની શરુઆત કરી રહ્યો છે. કેપ્ટન નવાબ’નાં ડાયરેક્ટર ટોની ડિસૂઝા છે. આ ફિલ્મનું પોસ્ટર ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે શેર કર્યુ છે.

તમને જણાવી દઇએ કે, આ ફિલ્મમાં ઇમરાન પહેલીવાર આર્મીમેનનાં લુકમાં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે 2017માં રિલીઝ થશે.

You might also like